સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th December 2019

મોરબીના તળાવીયા સનાળા ગામે જુગારના હાટડા પર એલસીબી ત્રાટકીઃ ૭ પકડાયા

નરભેરામ પટેલ વાડીમાં જુગાર રમતાડતો'તોઃ૭.૭૬ લાખની રોકડ સહિત ૭.૮૧ લાખનો મુદ્દામાલ કબ્જે

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે(તસ્વીરઃ પ્રવિણ વ્યાસ મોરબી)

મોરબી તા.૧૩: મોરબી એલ.સી.બી ટીમે મોરબીના તળાવીયા શનાળા ગામની સીમમાં જુગાર રમતા સાત શખ્સોને રૂ.૭.૮૧ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

મોરબી એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજાની સુચનાથી મોરબી એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નીરવભાઈ મકવાણા અને દશરથસિંહ પરમારને મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામની સીમમાં આવેલ  નરભેરામભાઈ છગનભાઈ પટેલની વાડીની ઓરડીમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા  નરભેરામભાઈ છગનભાઈ સંતોકી, પકંજ ઉર્ફે પીન્ટુ જેરાજભાઈ કુંડારિયા, ધનજીભાઈ વલમજીભાઈ કુંડારિયા, દીપકભાઈ મનસુખભાઈ કાવર, જગદીશભાઈ -ભુભાઈ કૈલા, મણીલાલ કરશનભાઈ કાલરીયા અને રમેશભાઈ મહીપતભાઈ નિમાવતને રોકડ રકમ રૂ.૭,૭૬,૦૦૦, મોબાઈલ નંગ-૧ કીમત રૂ.૫૦૦૦ અને ચાઈના બેટરી નંગ-૨ કીમત રૂ.૨૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૭,૮૧,૭૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:12 pm IST)