સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th December 2019

લોધીકા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના રસ્તા ર બ્રિજ માટે ર૭ કરોડ મંજૂર કરાવતા લાખાભાઇ સાગઠીયા

ખીરસરા તા.૧૩ : રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા સરકારને ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા પહોળા કરવા એપ્રોચ કામ તેમજ પેવરકામ માટે અને ખીરસરાથી મોટાવડાનો વાસીયાવાડી નદી પુલ તેમજ વર્ષો જુનો મોટાવડા ગામના ડોડી ડેમના વડાગામમાં જવાના મુખ્ય રસ્તા જેના બેઠા પુલ માટેની ગ્રાંટ પુલને ઉંચો બનાવા માટે મંજુર કરવતા ગ્રામજનો દ્વાર સરકાર તેમજ ધારાસભ્યશ્રીનો આભારવ્યકત કરે તે ઉપરાંત લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખીરસરાથી મેટોડા વાગુદડ રોડ જે ઉદ્યોગીક વિસ્તારમાં જવા માટે ખીરસરાથી બાઇપાસનું કામ કરશે જેથી રાજકોટ કાલાવડ રોડનો ટ્રાફિક હળવો બનશે. બીજા ઉદ્યોગીક વિસ્તાર, ખીરસરા જીઆઇડીસી જયા બનવા જઇ રહેલ છે  તે ખીરસરા વડા રોડ પહોળો અને પેવીંગ થતા આ વિસ્તારના વિકાસ થશે તો આ બંને બ્રીજ બનતા ગ્રામ્ય વિસ્તારની પ્રજાને જીઆઇડીસી તેમજ શહેરમાં જવા માટે ચોમાસામાં પડતી મુશ્કેલી ઓછીથશે. ત્યાર પછી રાજકોટથી રામનગર વાગુદડ રોડ બનતા તે બાઇપાનસું કામ કરશે અને જસવંતપુર ઢોલર ખાંભા રોડ બનતા પ્રજાને પડતી મુશ્કેલી ઓછી થશે તો તાલુકા મથકે જવા માટે અભેપર કોઠાપીપળીયા દેવળા નગરપીપળીયા અભેપર કોઠાપીપળીયા ચારણ પીપળીયા રતનપર પીપરળી થોરડી વીરવા વિગેરે રોડ બનતા તાલુકા મથકે જવા માટે ઓછો સમય લાગશે. આમ તાલુકામાં વધુમાં વધુ વિકાસના કામો મંજુર થા તાલુકા ભાજપના આગેવાનો પદાધિકારીઓ જેવા તાલુકા પંચાયત પ્રમુખ હરિશચંદ્રસિંહ જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા રા. લો. સંઘ વા. ચેરમેન મનસુખભાઇ સરધારા, ઉપપ્રમુખ ઉમેશભાઇ પાંભર તાલુકા પંચાયત અધ્યક્ષ દિગુભા જાડેજા મહામંત્રી લાખાભાઇ ચોવટીયા માવજીભાઇ સાગઠીયા (ખીરસરા) વેલુભા જાડેજા કુરજીભાઇ વસોયા વિક્રમસિંહ જાડેજા હરભમભાઇ કુગશીયા, દિનેશભાઇ બગથરીયા, મોહનભાઇ દાફડા, વિપુલભાઇ મોરડ, યુવા ભાજપ પ્રમુખ મોહનભાઇ ખુંટ ભીખુભાઇ ડાંગર, મુકેશભાઇ વિરડા (વાગુદડ) સંજયભાઇ અમરેલીયા ભગાભાઇ માટીયા વિગેરે ધારાસભ્ય શ્રી તેમજ મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરેલ છે.

(11:58 am IST)