સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th December 2019

લોકોને સરકારી કામ માટે લાંચ આપવાથી દૂર રહેવા નિયામકની અપીલ

ભૂજમાં એન્ટીકરપ્શન ડે ઉજવણી પ્રસંગે ગોહિલનું મંતવ્ય

ભૂજ તા.૧૩ : ભ્રષ્ટાચારથી પરેશાન છો ? સરકારી કર્મચારી લાંચ વિના કામ નથી કરતા ? તો જાગૃત થઇને આટલુ કરજો ભૂજમાં એન્ટી કરપ્નશન ડેની ઉજવણી પ્રસંગે નિયામકે અપીલ કરી હતી.

લાંચ રૂશ્વતની બદી વધી છે, ત્યારે લોકોને જાગૃત કરવાની પહેલ ખુદ સરકાર કરી રહી છે. સરકારી કચેરીમાં લાંચ માગનાર અધિકારીઓ કે કર્મચારીઓ સામે લોકો ડર્યા વગર ફરિયાદ કરવા આગળ આવે તે માટે ૯ ડિસેમ્બરનો દિવસ લાંચ રૂશ્વત વિરોધી દિન તરીકે ઉજવાય છે. આ પ્રસંગે ભુજ મધ્યે બોર્ડર રેન્જ લાંચ રૂશ્વત કચેરી દ્વારા લોક જાગૃતિ સેમિનાર યોજાઈ ગયો. મદદનીશ નિયામક કે.એચ. ગોહિલની ઉપસ્થિતમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પેમ્ફ્લેટ, ફિલ્મ દ્વારા સમજ અપાઈ હતી. ખાસ કરીને ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર પણ ફોન કરીને લોકો ફરિયાદ કરી શકે તે વિશે જાણકારી અપાઈ હતી. એસીબી દ્વારા કરાયેલા સફળ કેસો વિશે માહિતી આપીને લાંચ રૂશ્વત સામે ફરિયાદ કરવા પશ્યિમ કચ્છ એસીબી ઓફિસ, ભુજ બોર્ડર રેન્જ ઓફિસ અથવા તો હેડ ઓફિસ અમદાવાદનો સંપર્ક કરવા જણાવાયું હતું. આ કાર્યક્રમમાં બોર્ડર રેન્જ નિયામક કે.એચ. ગોહિલ, પશ્યિમ કચ્છ એસીબીના પીઆઇ એમ. જે. ચૌધરી, પી. કે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

(11:50 am IST)