News of Friday, 13th December 2019
ભચાઉ પાસે રાજકોટના મહિલા તબીબની કારને ટ્રકે ટક્કર મારતા અકસ્માત, સદ્ભાગ્યે મોટી દુર્ઘટના ટળી
કારને નુકસાન પણ બે મહિલા તબીબ ડો. બીનાબેન કાનાબાર, ડો. નીલમબેન ગોંડલીયાનો આબાદ બચાવ
ભુજ,તા.૧૩: રાજકોટથી ગાંધીધામ કારમાં આવી રહેલા બે મહિલા તબીબોને ભચાઉ પાસે અકસ્માત નડ્યો હતો. જોકે, આ અકસ્માતમાં બન્ને મહિલા તબીબોનો આબાદ બચાવ થયો હતો. ભચાઉ પોલીસમાં આ અંગે કરાયેલી પોલીસ ફરિયાદ અનુસાર રાજકોટના મહિલા તબીબ ડો. બીનાબેન કિશોર કાનાબાર પોતાના બહેનપણી ડો. નીલમબેન અમિત ગોંડલીયા સાથે ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવતા પોતાના તબીબ પતિને મળવા આવી રહ્યા હતા. ત્યારે ભચાઉ તાલુકાના મોટી ચીરઈ ગામે ટ્રાફિક જામ હતો તે દરમ્યાન તેમની કારને પાછળથી આવી રહેલી ટ્રકે ટક્કર મારી હતી. જોકે, આ અકસ્માતને કારણે કારને નુકસાન થયું હતું, પણ મોટી દુર્દ્યટના ટળી હતી અને બન્ને મહિલા તબીબનો આબાદ બચાવ થયો હતો
(11:40 am IST)