ગોંડલના હડમડીયા ગામે ૧.૦૮ લાખનો દારૂનો જથ્થો પકડાયો : એલસીબીનો દરોડો
જયપાલસિંહ જાડેજાની વાડીમાં પોલીસ ત્રાટકી : શોધખોળ
તસ્વીરમાં પકડાયેલા દારૂના જથ્થા સાથે પોલીસ કાફલો નજરે પડે છે. (૯.૧)
રાજકોટ, તા. ૧ર : ગોંડલના હડમડીયા ગામે રૂરલ એલસીબીએ રેઇડ કરી ૧.૦૮ લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો જો કે, આરોપી નાસી છુટ્યો હતો.
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણાએ દારૂ જુગારની બદી નાબુદ કરવા સૂચના આપેલ જે સુચના અન્વયે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો ઇન્સ. જે.એમ.ચાવડાના માર્ગદર્શન મુજબ પો.સબ.ઈન્સ. એચ.એ.જાડેજા, સા.પો. હેડ.કોન્સ. રવિદેવભાઈ બારડ, બ્રીજરાજસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાદ્યેલા, મનોજભાઈ બાયલ, તથા રૂપકભાઈ બોહરા એ મળેલ બાતમી આધારે હડમડીયા ગામની સીમમાંજયપાલસિંહ દિગુભા જાડેજા રહે.હડમડીયા તા.ગોંડલ ની કબ્જા-ભોગવટાની ખેતરવાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ બોટલો નંગ- ૨૬૪ કિ.રૂ.૧,૦૮,૦૦૦/-ના મુદામાલ પાડેલ આરોપી જયપાલસિંહ દિગુભા જાડેજા રહે.હડમડીયા તા.ગોંડલ વાળા હાજર મળી આવેલ ન હોયતેને અટક કરવા પર બાકી રાખેલ જે અંગે ગોંડલ તાલુકા પો.સ્ટેમા ગુન્હો રજી. કરાવી કાયદેેસર ની કાર્યવાહી કરેલ છે.(૯.૧)