સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાયાની સુવિધાનો આભવ : પાલિકા કચેરીએ સ્થાનિક લોકોએ કર્યો હલ્લાબોલ

કચેરીએ પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ના હોય જેથી મહિલાઓએ કચેરીમાં રામધુન બોલાવી

 

મોરબીના ગરીબ પરિવારોને પણ ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો તૈયાર કરાયા છે અને લાભાર્થીઓને ફાળવી દીધા છે જોકે આવાસમાં પાયાની સુવિધાનોર અભાવ હોય જેથી ત્રાસી ગયેલ સ્થાનિકોએ આજે પાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો હતો

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવાના હેતુથી મોરબીના દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૬૯૦ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે જે આવાસો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે પાણી, સ્ટ્રીટ લાઈટ અને રોડ રસ્તાના પ્રશ્નો છે જે પાયાની સુવિધાઓના અભાવે આવાસના લાભાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા હોય જેથી કંટાળી જઈને આજે સ્થાનિક મહિલાઓ અને પુરુષના ટોળાએ હલ્લાબોલ કરી હંગામો કર્યો હતો અને પાલિકા તંત્ર મારફત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આવેદન પાઠવ્યું છે અને પ્રશ્નોના ઉકેલ માટે માંગ કરી હતી

  રજૂઆત કરવા ગયેલા ટોળાનો પ્રશ્ન સાંભળવા પાલિકા કચેરીએ પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ના હોય જેથી મહિલાઓએ કચેરીમાં રામધુન બોલાવી હતી અને વિરોધ નોંધાવી તાકીદે પ્રશ્નો ઉકેલવા માંગ કરી હતી

(12:38 am IST)