સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

મોરબીના માળીયા અને હળવદ પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ : જુના ઘાટીલા,ટીકર ,ધુળકોટ અને સુરવદરમાં 20 મિનિટમાં એક ઇંચ ખાબક્યો

મોરબી જિલ્લાના માળીયા અને હળવદ તાલુકાના ગામડાઓમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો

હતો જેથી કરીને ગામમાં થી વરસાદી પાણી પસાર થઇ ગયા હતા

 આ અંગે સ્થાનિક લોકો પાસેથી મળી રહેલી માહિતી મુજબ જુના ઘાટીલા ગામે કરા સાથે વરસાદ પડ્યો હતો અને કમોસમી વરસાદ ના કારણે ખેડૂતોના પાકને પારાવાર નુકશાની થયેલ છે અને હાલમાં જૂના ઘાટીલા, ટીકર, ઘુળકોટ તેમજ સુરવદર ગામમાં માત્ર ૨૦ મિનિટમાં એકાદ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું લોકો કહી રહ્યા છે મોરબી તાલુકાના પાનેલી, સરતાનપર, ઓળ સહિતના ગામમાં પણ વરસાદ છે.

(8:40 pm IST)