સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

અમરેલી જિલ્લામાં વરસાદ અને પવન સાથે કરા પડ્યા : બાબરા અને ચલાલામાં વરસાદ અને કરા પડતા ખેડૂતોને ભારે નુકશાની

વીજળીના કડાકા ભડાકા સાથે બપોર બાદ વરસાદ પડતાં કપાસ, શીંગના પાકને વધુ નુકશાન

અમરેલી પંથકમાં બપોર બાદ ફરીવાર વાતવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ અને પવન સાથે બરફના કર પડ્યા હતા જેથી ખેતીને મોટું નુકસાન થયું છે

અમરેલી શહેર તેમજ ધારીના ચલાલા વિસ્તાર માં કમોસમી વરસાદે ખેડૂતોને વધુ એકવાર રડાવ્યા છે  વીજળીના કડાકા ભડાકા સાથે બપોર બાદ વરસાદ પડતાં કપાસ, શીંગના પાકને વધુ નુકશાન

બાબરામાં વરસાદ અને બરફના કરા પડતા ખેડુતોને ભારે નુકસાની.થઇ છે  બાબરાના ચમારડી તેમજ આજુબાજુ ના ગામો મા ભારે પવન સાથે કરા અને ભારે વરસાદ પડતા ખેડુતો પાક નિષ્ઠફળ ગયો છે

ચલાલા ઝર,મોરજર,છતડીયા સહિતના ગામો ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે

(7:26 pm IST)