સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

જૂનાગઢ પરિક્રમામાં પ્રેમી સાથે આવેલી પરિણિતાનું ભાઈ-દિયરોએ અપહરણ કર્યુઃ પોલીસે ઝડપી લઈ સમાધાન કરાવ્યું

રાપર તાલુકાના પરાગપરની જાનાબેન ભરવાડને સાંતલપુરમાં લાખાપુરામાં પરણાવેલઃ મેળામાં ધ્રોલના સુમરા ગામના રાજુ ભરવાડ સાથે આંખ મળી જતા સાસરેથી બે વખત નાસી છૂટેલઃ જૂનાગઢ પોલીસે કૌટુંબીક મામલો સમજાવટથી થાળે પાડયો

જૂનાગઢ તા. ૧૩ :. જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ ગિરનાર પરિક્રમામાં ગોઠવવામાં આવેલ બંદોબસ્તમાં ભરડા વાવ ખાતે ફરજ ઉપર રહેલ પો.ઇન્સ. જી.કે.ભરવાડ, ભવનાથ પો.સ.ઇ. પી.વી.ધોકડીયા, પો.સ.ઇ. સી.એન.દવે અને પોલીસ સ્ટાફને રાજુભાઇ ભરવાડ રહે. ધ્રોલ, જી. જામનગર નામના વ્યકિતએ આવી, જાણ કરેલ કે, પોતાની સાથેની છોકરીનું ચાર પાંચ માણસોએ નંબર વિનાની આઈ ૧૦ ગાડીમા અપહરણ કરવામાં આવેલ છે અને મજેવડી  ગેઇટ બાજુ ગયેલા છે, જે બાબતની જાણ તમામ પોઇન્ટ ઉપર તથા પેટ્રોલિંગમાં રહેલ પોલીસને કરવામાં આવેલ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા ર્ંપોલીસ અધીક્ષક સૌરભ સિંઘ દ્વારા તાત્કાલિક નાકાબંધી કરી, વાહન ચેકીંગ હાથ ધરવા સુચના કરવામાં આવતા, ર્ંઇદના ઝુલુસ બંદોબસ્ત માં વ્યસ્ત હોવા છતાં,ર્ં જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રોબેશ્નર ડીવાયએસપી એમ.ડી.બારીયા, બી ડિવિઝનના પો.ઇન્સ. આર.બી. સોલંકી, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.જે.રામાણી તથા સ્ટાફના હે.કો. વિક્રમસિંહ, પો.કો. અનકભાઈ, ભૂપતસિંહ, સુભાષભાઈ, સહિતની ટીમ દ્વારા  હાથ ધરી, જયશ્રી ટોકીઝ પાસે આઈ ૧૦ કાર  સાથે કહેવાતા અપહરણ કારો (૧) ગુગાભાઈ લગધીરભાઈ ભરવાડ,  (૨) કરમશીભાઈ હીરાભાઈ ભરવાડ, (૩) મુમાનભાઈ સેંધાભાઈ ભરવાડ, (૪) રમેંશભાઈ સેંધાભાઈ ભરવાડ તથા  (૫) હીરાભાઈ લગધીરભાઈ ભરવાડ રહે. લાખાપુરા તા. સાંતલપુર જી. પાટણને આંતરીને પકડી પાડી, અપહૃત મહિલા જાનાબેન બાબુભાઇ ભરવાડને છોડાવવા સદ્યન કાર્યવાહી કરવામાં આવેલ હતી ...

પકડાયેલ પાંચેય ઈસમો અને જાનાબેન ભરવાડની પૂછપરછ કરવામાં આવતા, પકડાયેલા ઈસમો જાનાબેન ભરવાડના ભાઈઓ તથા દિયર થાય છે, જેઓ મૂળ રાપર તાલુકાના પરાગપર ગામના વતની છે અને જાનાબેન ભરવાડને પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના લાખાપુરા ગામે બાબુભાઇ ભરવાડ સાથે લગ્ન કરવામાં આવેલ અને સંતાનમાં બે વર્ષનો બાબો છે. જાનાબેન ભરવાડને ધ્રોલ તાલુકાના સુમરા ગામના રાજુભાઇ લદ્યુભાઈ ભરવાડ સાથે મેળામાં આંખ મળી જતા, પ્રેમસંબંધ થતા, ત્રણ માસ પહેલાં તેની સાથે નાસી ગયેલ હતા. ત્યારે તેની સાથે સમાધાન કરીને પરત લાવેલા હતા. ત્યારબાદ પંદરેક દિવસ બાદ જાનાબેન ભરવાડ ફરીથી રાજુભાઇ ભરવાડ સાથે નાસી જતા, તેના ભાઈઓ તથા દિયરને જાનાબેન પરિક્રમા કરવા આવેલાની જાણ થતાં, અહીંયા તપાસ કરવા આવતા, પોતાની આઈ ૧૦ ગાડીમાં બેસાડી, સમજાવવા લઈ ગયેલાની કબૂલાત કરતા, પોલીસને કૌટુંબિક મામલો સામે આવેલ હતો. જાનાબેન ભરવાડની એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.જે.રામાણી તથા સ્ટાફ દ્વારા મહિલા કાર્યકર ધાર્મિષ્ઠાબેન જોશીની હાજરીમાં પૂછપરછ કરવામાં આવતા, પોતે પોતાના ભાઈ અને દિયર સાથે પોતાના વતનમાં પોતાના મા બાપ પાસે જવા માંગતી હોવાનું જણાવતા, પોલીસ દ્વારા તમામ નિવેદનો લઈ, ક્રિમિનલ પ્રોસીઝર કોડ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લાના ર્ંપોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ દ્વારા ભવનાથ ખાતેના ગોઠવવામાં આવેલ પરિક્રમા બંદોબસ્તમાં રાખવામાં આવેલ ર્ંઝડબેસલાક ચુસ્ત બંદોબસ્તના કારણે પોલિસ એલર્ટ હોઈ,ર્ં ભરડાવાવ થઈ જાનાબેન ભરવાડને પોતાની કારમાં અપહરણ કરવાની જાણ કરતા, કાળવા ચોક પહોંચતા પહોંચતા દરમિયાન ગણતરીની મિનિટોમાં પકડી પાડવામાં આવી હતી.

(1:07 pm IST)