સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

જુનાગઢ ગીરનાર તળેટીમાં આદિશંકરાચાર્યજીની છડી યાત્રાનું આગમન સંતો દ્વારા છડીનું પુજન અર્ચન

જુનાગઢ તા ૧૩ :  જુનાગઢ ગીરનાર તળેટી ભવનાથ ખાતે શ્રી પંચ દશનામ જુના અખાડા ખાતે હરીદ્વારથી પધારેલ જુના અખાડાના સતાપતીશ્રી પ્રેમગીરી મહારાજ અને પંચના વરિષ્ઠ સંતો આદી શંકરાચાર્યજી મહારાજ દ્વારા નિર્મીત છડી (દંડ)ને જુના અખાડા ખાતે અર્પણ કરાઇ હતી, જે રીતે કેદારનાથ, બદ્રીનાથ ખાતે છડી યાત્રા નિકળે છે તે રીતે હવે સોૈરાષ્ટ્ર અને ગુજરાતભરના ધર્મ સ્થાનો મોટા મોટા મંદિરોમાં આ છડી યાત્રા જશે અને તેનું પુજન અર્ચન કરાશે. આજરોજ હરીદ્વાર થી ખાસ પધારેલ અખાડાના વરિષ્ઠસંતો આ છડી યાત્રા લઇને ભવનાથ ખાતે પધારતા ભવનાથ જુના અખાડા ખાતે ગીરનાર મંડળના વરિષ્ઠસંતોએ છડીનું પુજન અર્ચન કરી ભવનાથ ખાતેના ધર્મસ્થાનોમાં છડી યાત્રા નિકળી હતી, જેમાં ગીરનાર મંડળના અધ્યક્ષ શ્રી ઇન્દ્રભારતીબાપુ સહિતના મંડળના વરિષ્ઠસંતો અને ગીરનાર તિર્થક્ષેત્રના પીઠાધીશ્વરે માતાજી જયશ્રીકાનંદગીરીજી સાથે મહામંડલેશ્વર સરોજીની માતાજીને અખાડા દ્વારા મહામંત્રી પદની વરણી કરાઇ હતી. આ ધાર્મીક કાર્યક્રમ બાદ અખાડા ખાતે ભંડારો યોજાયો હતો, જેમાં ગિરીનાર તીર્થ ક્ષેત્રના સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

(1:07 pm IST)