સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

વિશ્વ વિખ્યાત એસએસ વ્હાઇટ ટેકનોલોજીની હેડ

વરિષ્ઠ પત્રકાર ભાનુભાઇ શુકલના પુત્ર રાહુલ શુકલ વઢવાણ બ્રાંચની મુલાકાતે

વઢવાણ તા.૧૩: સુરેન્દ્રનગર મૂળ વતની, પત્રકાર સ્વ.ભાનુભાઇ શુકલના પુત્ર અને વિશ્વ-વિખ્યાત એસ.એસ.વ્હાઇટ ટેકનોલોજીઝના યુ.એસ.એ.હેડ કવાર્ટરના પ્રેસિડેન્ટ/સી.ઇ.ઓ. અને છેલ્લા ૪૮ વર્ષથી અમેરિકાના વતની તે રાહુલ શુકલ નવેમ્બર ૬ થી ત્રણ અઠવાડિયા માટે વઢવાણ બ્રાંચની મુલાકાતે આવેલ છે.

એસ.એસ.વ્હાઇટ ટેકનોલોજીસ, અમેરિકાની ઐતિહાસિક કંપની ગણાય છે જેની સ્થાપના ૧૭૫ વર્ષ અગાઉ થઇ હતી. ફલોરિડા હેડ કવાર્ટર્સતે એરોપ્લેનના પાટ્ર્સ બનાવે છે જે દુનિયાના ૯૫ ટકા એરોપ્લેનમાં વપરાય છે. અમેરિકાની સબ સીડીયરી શુકલ મેડીકલના ઓર્થોપીડીક સર્જરીના ઓજારો યુ.એસ.એ.ની દરેક હોસ્પીટલમાં વપરાય છે.

ઇંગ્લેન્ડની શાખામાં બનતા પાટ્ર્સ યુરોપની એરોસ્પેસ કંપનીમાં વપરાય છે. અને વઢવાણ/સુરેન્દ્રનગર પ્લાન્ટમાં દુનિયાભરની કારની પાવસીટ માટેના ફલેક્ષિબલ શાફટના પાટ્ર્સ અને ઓર્થોપીડીક ઓજારો બને છે. રાહુલભાઇ તે ઉદ્યોગપતિ અને ઇજનેર હોવા સાથે ગુજરાતીના જાણીતા વાર્તાકાર અને સરસ વકતા છે.

આ આંતર રાષ્ટ્રીય કંપનીની વઢવાણની બ્રાન્ચ એના નૈતિક મેનેજમેંટ, કર્મચારીઓની લાગણીભરી માવજત અને આધુનિક મશીનરી અને ટેકનોલોજિ માટે ગુજરાતભરમાં જાણીતી છે. આવી અમેરિકાની ઐતિહાસિક કંપની તે સૌરાષ્ટ્રમાં જન્મેલ વ્યકિતની માલીકીની છે તેનું વઢવાણ/સુરેન્દ્રનગર અને ગુજરાતવતી ગૌરવની લાગણી સ્ટાફ પરિવારો અનુભવી છે.

(1:04 pm IST)