સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

હજુ ત્રણ દિ'સૌરાષ્ટ્ર- કચ્છ- રાજસ્થાનમાં છુટાછવાયા સ્થળોએ માવઠાની સંભાવના

પાકિસ્તાનને લાગુ રાજસ્થાન ઉપર એક ટ્રફ છવાયેલો છે

રાજકોટ,તા.૧૩: ચોમાસાએ વિદાય લઈ લીધી હોવા છતાં સતત વરસી રહેલા વરસાદથી ખેડૂતો ચીંતામાં મુકાયા છે. ફરી કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચીંતામાં મુકાયા છે. હવામાન વિભાગ દ્વારા આજથી ત્રણેક દિવસ છુટાછવાયા સ્થળોએ માવઠાની સંભાવના દર્શાવી છે.

પાકિસ્તાનએ લાગુ રાજસ્થાન ઉપર એક ટ્રફ છવાયેલ છે. જે સૌરાષ્ટ્રને અસર કરે છે. આ સિસ્ટમ્સની અસરથી સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડશે. આ સિસ્ટમ્સની અસર હજુ બે દિવસ અસર કરશે.

દરમિયાન રાજકોટમાં ગઈસાંજે વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. એકાએક વરસાદ ચાલુ થઈ ગયો હતો. સામાન્ય વરસાદમાં પણ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની ઘટના બની હતી.

નવેમ્બર મહિનાનો અડધો માસ પણ પૂર્ણ થવાના આરે છે. પરંતુ હજુ સુધી ઠંડીના આગમનના કોઈ એંધાણ નથી. બેવડી ઋતુના લીધે સિઝનલ બિમારીઓનું પ્રમાણ વધ્યું છે.

(12:04 pm IST)