સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

ગાવડકા ગામે શ્યામ કડિયા સમાજ મંદિરનો ઉદ્ઘાટન સમારોહ

ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ દ્વારા બનાવાયુ ભવ્ય મંદિરનું નિર્માણઃ પૂ.વિજયબાપુએ આશીવર્ચન પાઠવ્યાઃ શોભાયાત્રા- સંતવાણી- કથ્થક નૃત્યના કાર્યક્રમો

રાજકોટઃ અમરેલી જિલ્લાના ગાવડકા ગામે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ દ્વારા નિર્માણ કરવામાં આવેલ ભવ્ય સંકુલ શ્રી શ્યામ કડિયા સમાજ મંદિરનો ઉદ્ઘાટન સમારોહ યોજાઈ ગયો. આ કાર્યક્રમના ભાગરૂપે સંત વાણીનો કાર્યક્રમ યોજાયો જેમાં સુપ્રસિદ્ઘ મહિલા કલાકાર તૃપ્તિબેન કડિયાએ વિશાળ મેદનીને ભકિતરસનુ રસપાન કરાવ્યું. શોભાયાત્રામાં ગામની બાળાઓ ,ગામના ગોપી મંડળ ની બહેનોએ ડ્રેસ કોડ સાથે રાસ ગરબાનીરમઝટ બોલાવી.

ગામેગામથી સમાજના શ્રેષ્ઠીઓ અગ્રણીઓ હોદ્દેદારો સામેલ થયા હતા. સતાધારના શ્રી પૂ.વિજય બાપુ  દ્વારા વૃક્ષારોપણ કરી વાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ધ્રુવી ચૌહાણના કથક નૃત્ય દ્વારા ગણેશ વંદના રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા. આ સમારંભમાં ડો. જયંત કાચાએ  પુષ્પ શબ્દોથી સ્વાગત કરી અભિવાદન કર્યું. બહારગામથી આવેલા સમાજના પ્રમુખો હોદ્દેદારો મહેમાનો સંકુલની જમીનના દાતાઓ તથા સંકુલના નિર્માણના દાતાઓ નું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું.

આયોજનને સફળ બનાવવા હરેશભાઈ ટાંક,  ભીખાભાઈ ચાવડા, જયંત કાચા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

(12:03 pm IST)