સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

મોરબીના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ

મોરબી,તા.૧૩: મોરબીની કોર્ટમાં ચેક રીટર્ન અંગેનો કેસ કરવામાં આવ્યો હોય જે અંગે તાજેતરમાં કોર્ટે ચુકાદો આપતા ૧.૯૯ લાખના ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા અને ચેક રકમના ડબલ દંડનો હુકમ કોર્ટે ફરમાવ્યો છે

ચેક રીટર્ન કેસની માહિતી મુજબ મોરબી તાલુકાના ગુંગણ ગામના દેવેન્દ્રસિંહ વાસુદેવસિંહ જાડેજા પાસેથી મોરબીના રવાપર રોડ પર પારકર ધ ફેમીલી શોપ ચલાવતા કેવલભાઈ કિરીટભાઈ પંડ્યાએ રૂ ૧.૯૯ લાખ હાથઉછીના લીધા હતા જે રકમનો ચેક કેવલભાઈએ ફરિયાદી દેવેન્દ્રસિંહના નામનો આપેલ જે ચેક બેંકમાં રજુ કરતા બાઉન્સ થયો હતો અને ફરિયાદીએ એડવોકેટ એન્ડ નોટરી ભાવેશ ફુલતરીયા તેમજ રાજેશભાઈ જોષી મારફત ચેક રીટર્નની ફરિયાદ મોરબીની કોર્ટમાં કરી હતી

આ  કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે કેવલભાઈ કિરીટભાઈ પંડ્યાને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમના ડબલ રકમ દંડનો હુકમ કર્યો છે આ કેસમાં ફરિયાદી તરફે મોરબીના એડવોકેટ એન્ડ નોટરી ભાવેશ ફૂલતરીયા અને રાજેશભાઈ જોષી રોકાયેલ હતા.

(11:59 am IST)