સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

મોરબી યાર્ડમાં ખેડૂતોએ હરરાજી અટકાવી

મોરબીઃ માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતોને કપાસના ભાવ ઓછા આપવામાં આવતા હોય અને નારાજ ખેડૂતોએ યાર્ડમાં હરાજી જ અટકાવી દીધી હતી જેથી સોમવારે હરાજી બંધ રાખવામાં આવી હતી   દિવાળી બાદ માર્કેટ યાર્ડમાં કપાસની આવક જોવા મળી રહી છે અને આજે મોરબીના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો કપાસ લઈને પહોંચ્યા હતા જોકે યાર્ડમાં પહોંચેલા ૩૦૦ જેટલા ખેડૂતોને કપાસનો ભાવ અયોગ્ય લાગ્યો હતો યાર્ડમાં આજે કપાસનો ભાવ ૮૫૦ થી ૯૫૦ સુધી આપવામાં આવતો હતો જોકે ખેડૂતોએ કપાસનો ભાવ રૂ ૧૦૦૦ થી ૧૧૦૦ મળવા જોઈએ તેવી માંગણી કરી હતી અને કપાસનો ભાવ પુરતો ના મળતો હોવાથી નારાજ ખેડૂતોએ હરાજી બંધ કરાવી હતી જેથી આજ પુરતી યાર્ડમાં હરાજી બંધ રહેવા પામી હતી.હરરાજી બંધ રાખી રોષ વ્યકત ખેડૂતોની તસ્વીર.

(11:57 am IST)