સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

મોરબી સિરામિક ઉદ્યોગના પ્રતિનિધિની જર્મનીના બર્લિનની આઇએસઓ મીટીંગમાં હાજરી

મોરબી,તા.૧૩: સિરામિક ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે અને વૈશ્વિક સ્ટાનડર્ડ સાથે આગળ વધી રહ્યો છે ત્યારે હાલ બર્લિનમાં આયોજિત ISO TC-૧૮૯ ની મીટીંગમાં પણ મોરબી સિરામિક એસોના હોદેદારો સહિતનું પ્રતિનિધિમંડળ જોડાયું છે

સિરામીક ટાઇલ્સના સ્ટાન્ડર્ડ માટે  ISO TC-૧૮૯ ની મીટીગ જર્મનીના બર્લિનમાં યોજવામાં આવી રહી છે અને ત્રણ દિવસ સુધી ચાલનારી આ મીટીંગમાં દુનિયાના ટાઇલ્સ ઉત્પાદકો, ઔધોગીક સંગઠનો તેમજ સ્ટાન્ડર્ડાઇજેસન બોડીના અધિકારીઓ, સલાહકારો સાથે મીટીંગમાં ચર્ચા વિચારણા થશે મીટીંગમાં ટાઇલ્સ કવાલીટી, ટેસ્ટીંગ અને બીજી બાબતો વિષે ચર્ચા કરીને નિર્ણય લેવાશે આ મીટીંગમાં મોરબી સિરામિક એસોના પ્રમુખ નિલેશ જેતપરીયા, ટેકનીકલ સલાહકાર જેરામભાઇ કાવરએ BIS ના અધિકારીઓ સાથે હાજરી આપી હતી અને ભારતના સિરામીક ઉદ્યોગની બાબતો સ્ટાન્ડર્ડ માટે રાખવામા આવી છે.

(11:55 am IST)