સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

આટકોટ પોલિસે ગેરકાયદેસર પેસેન્જરોની હેરાફેરી કરતા ૧૧ વારનો ડીટેઇન કર્યા

આટકોટ,તા.૧૩: આટકોટ પોલિસ દ્વારા ગેરકાયદેસર પેસેન્જરોની હેરફેરી કરતા અને બસ સ્ટેશન ઉપર ટ્રાફિકને અડચણ રૂપ ઉભા રહેતા વાહનો સામે લાલ આંખ કરતા ૮ મીની બસ ૨ ઇકો કાર અને ૧ છકડો રીક્ષાને ડીટેઇન કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

આટકોટ બસ સ્ટેન્ડ ઉપર રોડ સાંકડો છે. ઉપરથી રોડ ઉપર રેઢીયાળ ઢોર બેઠા હોય અને વધારામાં ગેરકાયેદેસર પેસેન્જરોની હેરાફેરસ કરતા વાહન ચાલકો દ્વારા આડે-ઘડ પાર્કિંગ કરતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી હતી.

સ્થાનિકો પોલિસે અવાર-નવાર વાહન ચાલકો સુચના આપી હોવા છતાં યોગ્ય પાર્કિંગ ન કરતા હોય ગઇ કાલે આટકોટ પોલિસે દંડો ઉગામી ગેરકાયેદસર પેસેન્જરોની હેરાફેરી કરતા ૧૧ વાહનોને ડીટેઇન કરી લઇ આર.ટી.ઓનો મેમો આપતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

આ કામગીરીમાં આટકોટનાં પી.એસ.આઇ કે.પી. મેતા તેમજ પોલિસ સ્ટાફ જોડાયો હતો.

(11:52 am IST)