સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

પોરબંદરના ૩ ખેલાડીઓનો માસ્ટર એથ્લેટીકસમાં શ્રેષ્ઠ દેખાવ : ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યાં

પોરબંદર તા.૧૩ : માસ્ટર એથ્લેટીકસમાં પોરબંદરના ૩ ખેલાડીઓએ રાજય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા છે.

જૂનાગઢ ખાતે યોજાયેલ છઠ્ઠી માસ્ટર એથ્લેટીકસ સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. આ સ્પર્ધા રાજયકક્ષાની હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૨૫૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલ. પોરબંદરના ખેલાડીઓ નિર્મલા મહેશ્વરીએ ગોળાફેંક, ચક્રફેંક, બરછીફેંક, ગોલ્ડ મેડલ જીત્યા તેમજ શહેનાઝ યુસુફ ઘડાએ ગોળાફેકમાં ગોલ્ડ, ચક્રફેકમાં સિલ્વર તેમજ વિજયભાઇ વાઘેલા જેઓ પોલીસ ફરજ બજાવે છે તેમણે ગોળાફેંકમાં ગોલ્ડ, ચક્રફેંકમાં સિલ્વર મેડલ જીતી પોરબંદર જીલ્લાનું ગૌરવ વધારેલ છે. પોરબંદરના ડીએસઓ તથા સિનીયર કોચે તેમને અભિનંદન પાઠવ્યા હતા. આગામી દિવસોમાં પોરબંદરના આ ત્રણેય ખેલાડીઓ કેરેલા મુકામે રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાતમાં પ્રતિનિધીત્વ કરશે.

(11:50 am IST)