સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

ગીર સોમનાથમાં જીલ્લા લોક -વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણી

પ્રભાસ પાટણ,તા.૧૩: ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મ ભકિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર -ગીર સોમનાથ દ્વારા તારીખ ૧૦/૧૧/૨૦૧૯ ના રોજ વિશ્વ વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવેલ હતી.

આ તકે લોકવિજ્ઞાન કેન્દ્રનાકો-ઓર્ડીનેટર નરેશભાઈ એન ગુંદરણીયા દ્વારા જણાવવામાં આવેલ કે દર ૧૦ નવેમ્બરને શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમાજમાં વિજ્ઞાનની મહત્વપૂર્ણ ભૂમિકા અને ઉભરતા વૈજ્ઞાનિક આયામ પર વ્યાપક ચર્ચા કરવામાં આવે છે. તે આપણા દૈનિક જીવનમાં વિજ્ઞાનના મહત્વ અને સુસંગતતાને પણ દર્શાવે છે.શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસનો હેતુ એ છે કે સમાજ સાથે વધુ નજીકથી વિજ્ઞાનને જોડીને લોકોને વિજ્ઞાનમાં વિકાસની સમજ આપવામાં આવે. વૈજ્ઞાનિકો ખાસ ગ્રહોની સમજને વિસ્તારિત કરવા માટે સમાજને આ દિવસે જ્ઞાન આપે છે.આ દિવસ શાંતિ અને વિકાસ માટેના વિજ્ઞાનના વિષયની આસપાસના તમામ કલાકારોને એકીકૃત કરવાની તક આપે છે. આ દિવસે શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે

તેમજ આ કાર્યક્રમમાં પ્રભાસ પાટણ ની જુદી જુદી શાળાઓમાંથી કુલ ૨૦૦ બાળકો એ ભાગ લીધેલ જેમાં લોકવિજ્ઞાન કેન્દ્રના એકેડેમી કો-ઓર્ડીનેટર વિજયભાઈ કોટડીયા દ્વારા પી.પી.ટી. દ્વારા વિશ્વ વિજ્ઞાન દિવસ ની માહિતી આપવામાં આવેલ ત્યારબાદ એક વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ આ ઉપરાંત લોકવિજ્ઞાન કેન્દ્રના સાયન્સ કોમ્યુનિકેટર મનોજભાઈ પરમાર તથા જીગ્નેશ ભાઈ મકાણી દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રયોગો મોડલ નીદર્શનઙ્ગ કરાવવામાં આવેલ કાર્યક્રમના અંતમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા સ્પર્ધામાં વિજેતા પ્રથમ ૩ નં બરને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતું.

(11:46 am IST)