સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

સમઢીયાળામાં માંડવીના કામ બાબતે કાન્તીભાઇ મકવાણાને હળધુત કરી હુમલો

અશોક બાબરીયા, રમેશ બાબરીયા અને ભીખા બાબરીયા સામે એટ્રોસીટી

રાજકોટ તા ૧૩  : ઉપલેટાના સમઢીયાળી ગામમાં રહેતા યુવાનને માંડવીના કામ બાબતે જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી માર મારી ત્રણ શખ્સોએ ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સમઢીયાળા ગામમાંરહેતા કાન્તીભાઇ પરબતભાઇ મકવાણા (ઉ.વ.૩૯) ગઇકાલે અશોક બાબરીયાની વાડીએ હતા ત્યારે ગામમાંજ રહેતા અશોક વિઠ્ઠલભાઇ બાબરીયા, રમેશ બેચરભાઇ બાબરીયા અને ભીખા બેચરભાઇ બાબરીયા એ આવી વાડીએ માંડવી થ્રેસરમાં કામ કરતા કાન્તીભાઇ તથા અન્ય મજુરોને રમેશ બાબરીયાએ ' સાંજ સુધીમાં ગમે તેમ કરી માંડવીનું કામ પુરૂ કરવું પડશે' તેમ કહી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી અશોક અને ભીખાએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે કાન્તીભાઇએ પાટણવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય એસસીએસટી સેલના એસ.એસ. મહેતાએ તપાસ હાથ ધરી છે.

(11:45 am IST)