News of Wednesday, 13th November 2019
ધોરાજીમાં સુપેડીમાં ગૌવંશ ઉપર હથિયારનો ઘા ઝીંકતા ભારે રોષ
ધોરાજી, તા. ૧૩ : સુપેડી ગામે કોઇ અજાણ્યા શખ્સોએ ગૌવંશો પર ઘાતક હથીયારોથી ઘા મારી લોહી લોહાણ કરી મુકતા સુપેડીમાં પશુ પ્રેમીઓમાં ઘેરો રોષ ફેલાયેલો છે. અને આ અંગે અગ્રણીઓ દ્વારા આ કૃત્યને વખોડેલ અને અજાણ્યા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાય છે.
(11:41 am IST)