સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

ભુજમાં સીટી બસનું બાળમરણ : દોઢ માસથી બસ સેવા બંધ થતા મુસાફરોને હાલાકી

મધ્યમવર્ગના પરિવારો અને વિદ્યાર્થીઓ મોંઘી મુસાફરી કરવા મજબુર

ભુજમાં છેલ્લા દોઢ માસથી નગરપાલિકા દ્વારા સીટી બસ સેવા બંધ કરી દેવાય છે. હજારોની સંખ્યામાં મુસાફરી કરતા મધ્યમ પરિવારો અને વિદ્યાર્થીઓને ના છૂટકે 5 રૂપિયાની બદલે 50 રૂપિયા ભાડું ચૂકવવું પડે છે. ભૂકંપ બાદ કચ્છનો ઘણો વિકાસ થયો છે

  . ભુજમાં ભૂકંપ બાદ અનેક રિલોકેશન સાઈડ બની છે. જેથી ભુજનો વિસ્તાર ખૂબજ મોટો થયો છે. આ મોટા વિસ્તારમાં સરળતાથી જઇ શકાય તે માટે ભુજ નગરપાલિકા દ્વારા સીટી બસની સેવા શરૂ કરાઇ હતી. જેથી મધ્યમ વર્ગના લોકો મર્યાદિત ભાડામાં ઘર સુધી પહોંચી શકે. પરંતુ છેલ્લા દોઢ માસથી ભુજમાં ચાલતી 6 જેટલી સીટી બસ સેવા બંધ કરી દેવાય છે. જેનાથી આમ જનતાને હાલાકીનો સામનો કરવો પડે છે.

(8:44 am IST)