સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th November 2018

ખીરસરા જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે લાખાભાઇ સાગઠીયાની બિનહરીફ વરણી

ખીરસરા તા. ૧૩ :.. લોધીકા તાલુકાના ખીરસરા ગામની જુથ સેવા સહકારી મંડળીમાં ખીરસરા મેટોડા રાતૈયા વાજડી (વડ) બાલસર તેમજ હરીપર (પાળ) આમ છ ગામના ખેડૂત ખાતેદારો છે જેના પ્રમુખ તરીકે ખીરસરાના આગેવાન જયેન્દ્રસિંહ જાડેજા છેલ્લા બાવીસ વર્ષથી પ્રમુખપદનો કાર્યભાર સંભાળતા તેનું દુઃખદ અવસાન થતા આ મંડળીના ખેડૂત ખાતેદારોને મોટી ખોટ પડેલ પ્રમુખપદની જગ્યા ખાલી પડતા મંડળીના કારોબારી સભ્યો દ્વારા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયાને ખીરસરા જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે બીનહરીફ વરણી કરવામાં આવેલ આ તકે રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી. કે. સખીયા, વા. ચેરમેન હરદેવસિંહ જાડેજા યાર્ડના ડીરેકટર પ્રવિણસિંહ જાડેજા, જીલ્લાના ભાજપ અગ્રણી પરસોતમભાઇ સાવલીયા, તાલુકા પંચાયત પ્રમુખ અનિરૂધ્ધસિંહ ડાભી, મુકેશભાઇ કમાણી, મોહનભાઇ દાફડા, ભીખુભાઇ ડાંગર, માવજીભાઇ સાગઠીયા, કિશોરસિંહ ઝાલા મંડળીના કારોબારી સભ્ય પ્રવિણસિંહ ડાભી દલસુખભાઇ પીપળીયા, દિલીપભાઇ કુંગશીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિલા સભ્યો તેમજ કારોબારીના તમામ  સભ્યો અને આગેવાનોની ઉપસ્થિતીમાં લાખાભાઇ સાગઠીયાની બિનહરીફ પ્રમુખ તરીકે વર્ણી કરવામાં આવેલ અને ખેડૂત ખાતેદારોએ તેમને વધાવી ફુલહારથી પ્રમુખશ્રીનું સ્વાગત કરેલ.

(11:57 am IST)