News of Wednesday, 13th October 2021
ઓખાના આર.કે.બંદર પાસેથી નવજાત બાળક મળી આવ્યું
જન્મતાની સાથે જ બાળકને કોઇ પાપ છુપાવવા ત્યજી ગયાનું તારણ : પોલીસે તપાસ હાથ ધરી
(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૩ : ઓખાના આર.કે.બંદર પાસેથી નવજાત ત્યજેલું બાળક મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી ઓખા મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં બાળક તાજું જન્મેલું હોવાનું અને તેને કોઈએ પાપ છુપાવવા તરછોડી દીધાનું જાણવા મળી રહ્યું છે, પોલીસે આસપાસના વિસ્તારમાં પુછપરછ હાથ ધરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
(3:49 pm IST)