સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 13th October 2019

સાંજે જૂનાગઢના કેશોદ અને અમરેલીના ખાંભા ગીરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો

કેશોદમાં અચાનક ભારે પવન સાથે વરસાદી ઝાપટું: ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદ

જૂનાગઢઃ રાજ્યમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ થઈ ગયો છે. પરંતુ જતાં જતાં મેઘરાજા ધરતીપુત્રોની મુસીબત વધારી રહ્યા છે. આસો મહિનો અડધો પૂરો થઈ જવા આવ્યો હોવા છતાં રાજ્યાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. આ દરમિયાન આજે સાંજે જૂનાગઢના કેશોદ અને અમરેલીના ખાંભા ગીરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો

કેશોદમાં અચાનક ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. અચાનક ધોધમાર ઝાપટું પડી જતાં રોડ રસ્તા પાણી-પાણી થઈ ગયા હતા. જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. અમરેલીના ખાંભા ગીરના નાનુડી, ભાડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અતિ વરસાદ પડવાથી મગફળી, કપાસના પાકને ભારે નુકસાન થયું છે. દિવાળીના તહેવારો પર વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

(11:56 pm IST)