સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 13th October 2019

વેપાર -ઉદ્યોગના વિકાસમાં સરકાર સકારાત્મક ભૂમિકા ભજવશે : કચ્છ કલેક્ટર એમ,નાગરાજનનું આશ્વાશન

નવનિયુક્ત કલેક્ટરનું ચેમ્બર સહીત અલગ – અલગ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ દ્વારા કરાયેલ સન્માન

ભુજ : કચ્છમાં નવા વરાયેલા જિલ્લા કલેક્ટર એમ. નાગરાજનને કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની ટીમ દ્વારા આવકાર આપવા  મુલાકાતનું આયોજન કરાયું હતું.આ વેળાએ કચ્છ કલેક્ટરે રાજ્ય સરકાર વ્યાપાર-ઉદ્યોગના વિકાસમાં સકારાત્મક ભૂમિકા ભજવશે તેવું જણાવ્યું હતું.

   સંસ્થાના પ્રમુખ રાજેશ ભટ્ટની રાહબરીમાં અલગ – અલગ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ દ્વારા કરાયેલ સન્માનમાં કચ્છ કલેક્ટરે સરકાર હંમેશા વ્યાપાર – ઉદ્યોગ અને રાજ્યના વિકાસમાં સકારાત્મક ભૂમિકા ભજવવા તત્પર છે અને કચ્છ ચેમ્બરના માધ્યમથી કચ્છ જિલ્લાના વિકાસ માટે કાર્યો કરવા ઈચ્છુક રહેશે. સરકાર અને કચ્છ ચેમ્બર પરસ્પર સહયોગ દ્વારા કચ્છના વિકાસને વધુ વેગ આપશે તેવું તેમણે જણાવ્યું હતું.
   વેપાર – ઉદ્યોગ સાથે કચ્છના પ્રવાસન, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હસ્તકલા, કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક, ઐતિહાસિક ધરોહર વિગેરે બાબતો પર ચર્ચા-વિચારણા કરાઈ હતી. કચ્છના પ્રાણ પ્રશ્નોની સાથે રાષ્ટ્રીય આપદાઓ વખતે પણ કચ્છ ચેમ્બર હંમેશા પ્રશાસનની પડખે ઉભીને કાર્ય કરે છે અને ભવિષ્યમાં કરશે જ એવી ખાત્રી આપી હતી.
   કચ્છ ચેમ્બરના સિનિયર એક્ઝિક્યુટીવ અને જનરલ સેક્ટરના શ્રેષ્ઠી ઉદ્યોગકાર મણીભાઈ ઠક્કરે અને ચેમ્બરના પ્રમુખ શ્રી ભટ્ટે કલેક્ટર પાસે એવી રજૂઆત કરી કે, કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ મોટો હોવાથી નવી પેઢીને રોજગારીની વિપૂલ તકો કચ્છમાં જ પ્રાપ્ત થાય, વિવિધ તાલીમો, મેઈક ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ફીટ ઈન્ડિયા જેવા વડાપ્રધાનના સ્વપ્નો અને યોજનાઓને સાચા અર્થમાં સાકાર કરવાની નેમ સાથે તાલીમ દ્વારા ટ્રેઈન કરી કચ્છના યુવા સાહસિકોને પગભર થવા માટે કન્વેન્શન સેન્ટર એટલે કે અલાયદુ –   આધુનિક કચ્છ ચેમ્ભર ભવન બનાવવા માટે સરકાર પાસેથી ચેમ્બરને ખાસ કિસ્સામાં જમીનની ફાળવણી કરવા રજૂઆત કરાઈ હતી, જેનો કલેકેેટરે સકારાત્મક પ્રતિભાવ અને યોગ્ય કરવા ખાત્રી આપી હતી. કચ્છના વ્યાપાર ઉદ્યોગ અને સમાજના વિવિધ શ્રેષ્ઠીઓ સાથે રહી કલેક્ટરને કચ્છી શાલ અને બુકે આપી ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.
   નવનિયુક્ત કલેક્ટરનું ચેમ્બરના પ્રમુખ રાજેશ ભટ્ટ, જોરાવરસિંહ રાઠોડ, ભાનુકાંતભાઈ ઠક્કર, મણીભાઈ ઠક્કર, ગંગારામભાઈ પટેલ, ઈન્દ્રજીતસિંહ જાડેજા, મનીષ પલણ, પરાક્રમસિંહ જાડેજા, મહિદીપસિંહ જાડેજા, હરેશભાઈ સાધુ, કર્નલ એમ. એસ. જોહર, હિંમત દામા, જાદવજીભાઈ ગોરસિયા, દિલીપભાઈ કોરડિયા, વિનુદાન ગઢવી, અજયભાઈ ગઢવી, રવિન્દ્ર ત્રવાડી, મિતુલ મહેતા, દક્ષેશ ત્રિપાઠી, દિપેશ સોલંકી, પરમ ઠક્કર, શંભુલાલ નંદા, નીતિનભાઈ કેશવાણી, રામદેવસિંહ જાડેજા, સંજયભાઈ ઉપાધ્યાય, દિપકભાઈ પારેખે સન્માન કર્યું હતું.

(7:49 pm IST)