જામજોધપુરમાં કારખાનામાં ૫૫ હજારની ચોરી
જામનગર તા. ૧૩ : : જામજોધપુર પોલીસ સ્ટેશનમાં લાલજીભાઈ કાન્તીભાઈ હડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ગીંગણી રોડ, નગરપાલિકા કચેરી સામે, જામજોધપુરમાં લાલજીભાઈની માવધ ટેઈલર/ટ્રેકટર નામે કારખાનની પાછળની બારીની ગ્રીલ તોડી સી.સી.ટીવી કેમેરાનું ડી.વી.આર. તથા હાર્ડ ડીસ્ક તથા રોકડ રકમ તથા સ્પેરપાર્ટ મળી કુલ રૂ.પપ૦૦૦ની માલમતાની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
માથાની બિમારીથી કંટાળી ઝેરી દવા પી જતા યુવાનનું મોત
વસંતપુર ગામે રહેતા મયુરકુમાર રમણીકભાઈ દેત્રોજા ઉ.વ.ર૩ એ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, સીધેશ્વર મહાદેવના મંદિર પાસેના પુલ નીચે મહેન્દ્રભાઈ વશરામભાઈ વાછાણી, ઉ.વ.પર, રે. તીરૂપતી સોસાયટી, જામજોધપુરવાળા છેલ્લા એકાદ વર્ષથી માથામા બીમારી હોવાથી કંટાળી જવાના કારણે ઝેરી દવા પી લેવાથી મરણ ગયેલ છે.
લોખંડનું રોલર અકસ્માતે પડતા યુવાનનું મોત
લાલપુરમાં રહેતા સુબ્રોતા ગણેશચંદ્ર પંડ, ઉ.વ.૩૯ એ મેઘપર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, વિશ્વજીત વિઘ્યુત મૈતી, ઉ.વ.ર૦, રે. પડાણા તા.લાલપુરવાળા કંપનીના હેલ્પર તરીકે કામ કરતા હોય અને લોડર મશીનનો ડ્રાઈવર મશીનમાં લોખંડનું વજનદાર રોટર લઈ અને બાજુમાં ટ્રેલર (ટ્રક) માં ચડાવવા જતા લોડર મશીનમાથી લોખંડનું વજનદાર રોતર અકસ્માતે છટકતા ભોગ બનનાર હેલ્પરનું કામ કરતો હોય માથે પડતા માથાના તથા ગળાના ભાગે ગંભીર ઈજા થતા તથા માથુ છુંદાઈ જતા સારવારમાં મરણ ગયેલાનું જાહેર કરેલ છે.
મેમાણા ગામે જુગાર રમતા છ ઝડપાયા
લાલપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ ચંદુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,મેમાણા ગામે દશરથસિંહ પ્રભાતસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ દિલુભા, કિશોરસિંહ હેમતસિંહ જાડેજા, પ્રઘ્યુમનસિંહ ગંભીરસિંહ જાડેજા, જયદેવસિંહ કિતીસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ ધીરૂભા જાડેજા, રે. મેમાણા ગામ, તા.લાલપુર, જુગાર રમતા મળી આવતા ૧૪૭પ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આ કામના આરોપી કુલદીપસિંહ નીરૂભા જાડેજા ફરાર થઈ ગયેલ છે.(૨૧.૧૫)