સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th September 2021

ખંભાળીયામાં ફાટકને વાહને તોડયુ પોરબંદર રોડ પર ટ્રક પલટી ગયો

ખંભાળીયા તા.૧૩ : સલાયા રેલવે ફાટક ચાર રસ્તાથી આગળ જતા રસ્તા પર એક વાહન ચાલકે કાળુ ગુમાવતા ધડાકા સાથે રેલવે ફાટક તુટી જતા દોડાદાડી થઇ ગઇ હતી. તથા ઉભેલા વાહન ચાલકો દોડી ગયા હતા. જે અંગે વાહન ચાલક સામે રેલવે તંત્ર દ્વારા ગુન્હો નોંધી તપાસ હાથ ધરાઇ છે. અન્ય એક બનાવમાં પોરબંદર રોડ પર એક ટ્રક રોડ પરથી નીચે ઉતરીને જમીન પર ઉંધો વળી ગયો હતો. સદ્દભાગ્યે કોઇને મોટી ઇજા થઇ ન હતી.

(3:28 pm IST)