સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th September 2018

ધોરાજી નજીક બાઇક-કાર વચ્ચે અકસ્માતમાં દોઢ વર્ષના બાળકનુ મોતઃ માતા-પિતા ગંભીર

 ધોરાજી, તા.૧૩: રાજકોટ જીલ્લાના ધોરાજીનાં જેતપુર રોડ પર નેશનલ હાઈવે પર કે ઓ શાહ પેટ્રોલ પંપ પાસે જેતપુર થી ધોરાજી તરફ આવતાં સગુફતા બેન તરખેસા ઉ૨૨ સેજાદ તરખેસા ઉ.૨૪ દંપતી મોટરસાઈકલ પર આવતી વેળાએ ધોરાજી તરફ થી આવતી ઈનોવા કાર જે કોઈ કારણોસર પોતાનો કાબુ ગુમાવતાં ડીવાઈડર તોડી રોંગ સાઈડ પર જેતપુર થી આવતાં મોટરસાઈકલ ને હડફેટે લીધી હતી જેમાં મોટરસાઈકલ પર બેસેલા દંપતી ને ગંભીર ઈજા પહોંચી તો તેમનાં દોઢ વર્ષના બાળકનું મોત નિપજયું હતું જયારે ઈજાગ્રસ્ત દંપતી ને ગંભીર ઈજા પહોંચતાં પહેલાં ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ત્યાર બાદ વધું સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવેલ ત્યારે સ્થળ પર હાજર રહેલાં ઓએ ઘાયલોને દવાખાને સારવારમાં લાવેલ હતા અને એક બાળક નું સારવાર દરમિયાન મોત થએલ હતું બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:52 pm IST)