સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th September 2018

સગીરા ઉપરના બળાત્કાર કેસમાં બિહારી શખ્સને કોર્ટ દ્વારા ૧૦ વર્ષની સજા

ધોરાજી, તા.૧૩: ધોરાજીમાં બળાત્કાર કેશમાં બિહારના આરોપીને ૧૦ વર્ષની સજા ધોરાજી કોર્ટે ફરમાવી હતી.

આ કેસની વિગત એવી છે કે આ કેસના ભોગ બનનાર સગીર વયના હતા અને ધોરાજીના કારખાનામાં કામે જતા હતા તે સમયે આરોપી તે કારખાનામાં સુપરવાઈઝર હોય તેમના પરિચયમાં આવે આરોપી મૂળ બિહારના વતની છે પહેલેથી પરિણીત હતા આ તમામ હકીકત છુપાવી અને ભોગ બનનારને લગ્નની લાલચ આપી પોતાની સાથે બિહાર લઇ ગયેલ આ વખતે અમદાવાદ રેલવે સ્ટેશનમાં બંધ પડેલી ટ્રેનમાં ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધી અને બિહાર થી પરત આવતી વખતે ચાલુ ટ્રેનમાં ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધેલ હતો.

આ કામે પોલીસ ઇન્સ્પેકટર શ્રી ઝાલા અને સર્કલ પોલીસ ઇન્સ્પેકટર શ્રી રાવત એ તપાસ કરી અને ચાર્જશીટ કરેલું ભોગ બનનારની જુબાની અને તમામ પુરાવાઓ ધ્યાને લઇ સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી તરફથી સહમતી નો બચાવ લેવામાં આવેલો છે ભોગ બનનારની જન્મતારીખ ૩/૩/૨૦૦૨ જે જોતા ભોગ બનનાર સગીર વયના હોય તેમની સહમતીની કોઈ કિંમત નથી અને આરોપી પોતે પરિણીત હોવા છતાં ભોગ બનનારને લગ્નની લાલચ આપી લઇ ગયો હતો અને સર્વોચ્ચ અદાલતનો ચુકાદો રજૂ કરેલો હતો કે સ્ત્રીનું શરીર તે પુરુષના મનોરંજનનું સાધન નથી લગ્નની લાલચ આપીને સહમતી મેળવીને કરેલુ દુષ્કર્મ બળાત્કાર જ ગણાય આ તમામ દલીલો મદદનીશ સરકારી વકીલ કાર્તિકેય પાર્ક તરફથી કરવામાં આવેલી અને આ દલીલોને ધ્યાને લઇ ધોરાજીના જજ શ્રી દવે એ આરોપીને તકસીરવાન ઠરાવી દસ વર્ષની સજા અને ચૌદ હજાર રૂપિયા દંડ ફરમાવેલ હતો.(૨૩.૪)

(11:59 am IST)