સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th September 2018

ભાવનગરમાં ગેરકાયદે દબાણો હટાવાયા

ભાવનગર, તા. ૧૩ : ભાવનગરમાં છેલ્લા એક મહીનાથી મ્યુ. એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે. શહેના નવાપરા ડેસરબાઇ મસ્જીદ પાસે ભારે દેકારા વચ્ચે પોલીસ પહેરા સાથે ગેરકાયદે દબાણો હટાવાયા હતાં.

ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી વિજયભાઇ પંડીત, અને તેની ટીમે નવાપરામાં જેસીબી સાથે દોડી જઇ ગેરકાયદે અને મંજુરી વિનાના બાંધકામ પર તવાઇ બોલાવી હતી.

દબાણ હટાવ દરમ્યાન એક નગરસેવકે દબાણો અટકાવવા પ્રયાસ કરાયાનું પણ ચર્ચાઇ રહ્યુ છે. જોકે તંત્ર વાહકોએ કોઇની શહેશરમ રાખ્યા વિના દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખતા લોકોમાં આવકાર મળી રહ્યો છે. (૮.પ)

(11:54 am IST)