સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th September 2018

શાપર-વેરાવળમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

રાજકોટ, તા. ૧૪ : શાપર-વેરાવળમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ શાપર-વેરાવળના હેડ કો. એમ.વી. ચૌહાણ સહિતના સ્ટાફે સર્વોદય સોસાયટી પ૦ વારીયા પ્લોટમાં રોડ કરી જુગાર રમતા જેઠા ચનાભાઇ પરમાર, જેન્તીભાઇ ટપુભાઇ સોલંકી તથા ગોરધનભાઇ કાનજીભાઇ ચાવડા રે. ત્રણેય વેરાવળ શા. સર્વોદય સોસા. પ૦ વારીયા કવાટર્સને રોકડા રૂ. ૧૧૩૪૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. (૯.૩)

(11:52 am IST)