સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th September 2018

લોધીકામાં પોષણ અભિયાન માસની હર્ષભેર ઉજવણી સંપન્ન

લોધીકા તા.૧૩: લોધીકા તાલુકા મથકે રાજકોટ જિલ્લા કક્ષાનો પોષણ અભિયાન કાર્યક્રમનો સુભારંભ તેમજ રાષ્ટ્રીય પોષણ સપ્તાહ માહની શુભ શરૂઆત લોધીકા તાલુકા પંચાયતના પ્રમુખ અનિરૂદ્ધ સિંહ ડાભી, ઉપ પ્રમુખ ભાવનાબેન મુકેશભાઇ, ગ્રામ પંચાયત લોધીકાના સરપંચ તથા સભ્યશ્રીઓ તેમજ તમામ પદાધીકારીશ્રીઓ અને અધિકારીશ્રીની હાજરીમાં રાજકોટ જિલ્લા આઇ.સી.ડી.એસ. કચેરીના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દેવ તાલુકા વિકાસ અધિકારી કુ. મીરાબેન સોમપુરા લોધીકા બાળ વિકાસ કચેરીના બાળ વિકાસ યોજના અધિકારી શ્રધ્ધાબેન ત્રિવેદી તેમજ મેડિકલ વિભાગમાંથી શાહીબેન એફ.એચ. ડબલ્યુ. જીજાબેન તથા મામલતદાર કચેરી લોધીકામાંથી ના. મામલતદાર મોરડીયા બાળકો માતાઓ, કિશોરીઓ તથા સગર્ભા બહેનોએ મોટા પ્રમાણમાં હાજરી આપેલ હતી.

આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દ્વારા આખા સપ્તાહ અને માસ દરમ્યાન બાળકોને કઇ ટાઇપનો ખોરાક આપવો તેની ટીપ્સ આપી હતી. માતાઓને આંગણવાડીમાં આવતા બાળકોને ઘરે કેવો ખોરાક આપી શકાય તેવી તમામ જીણવટ ભરી બાબતો પર ભાર મુકયો હતો અને કિશોરીઓ, સગર્ભા માતાઓ એ આંગણવાડીની મુલાકાત લઇને જે વસ્તુ શીખવાની છે બાળકો માટે શું સંભાળ રાખવાની છે તે તમામ બાબતોની ઝીણવટભરી તલ સ્પર્શી માહિતી આપી હતી.

આ તકે તાલુકા વિકાસ અધિકારી કુ. મીરાબહેન દ્વારા બાળકોને સ્વચ્છતા બાબતે માતાઓ જાગૃતબને અને પોષણ યુકત ખોરાક કેવો આપવો તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત તાલુકા પંચાયતનાં પ્રમુખશ્રી એ આંગણવાડીનાં તમામ બાળકો માટે એ.ટી.વી.ટી. યોજના માંથી રૂ. પ લાખનાં રમકડા આપવાની જાહેરાત કરી હતી અને પોતાના તરફથી તાલુકામાં જે કુલ ૩૧ બાળકો કુપોષિત છે તે તમામ બાળકો માટે પોષણ યુકત પાવડર (ન્યુટ્રીશન)નાં ડબ્બા તેમના તરફથી આપવામાં આવશે અને લોધીકા તાલુકાને કુપોષણ માંથી બહાર લાવવાનાં તમામ પ્રયત્નો તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

(10:13 am IST)