રાજુલાના વાવેરામાં નીંદ્રાધીન ૭૦ વર્ષના વૃદ્ધા ઉપર નિર્લજ્જ હુમલો : સોનાના વેઢલાની લૂંટ
અમરેલી, તા. ૧ર : રાજુલા પંથકના વાવેરામાં રહેતી નાનીબેન નકાભાઇ કાછડ (ઉ.વ.૭૦) નામની વૃદ્ધા તેના પતિ સાથે રાત્રીના ફળીયામાં સુતી હતી ત્યારે એક અજાણ્યો શખ્સે નિર્લજ્જ હુમલો કરી નાનીબેનના કાનમાં પહેરેલા સોનાના વેઢલા નંગ ૬ કિ.રૂ. ૯૦,૦૦૦ની લૂંટ ચલાવી ગયાની ફરીયાદ રાજુલા પોલીસમાં થવા પામી હતી.
રીક્ષા ચાલકે માર માર્યો
અનિલ હરગોવિંદભાઇ પંડયાને રીક્ષાના વારા પ્રશ્ને અમીન ઓસ્માણ રે. બટારવાડીએ લોખંડના પાઇપ વડે માર મારી ઇજા કર્યાની ફરીયાદ સીટી પોલીસમાં થવા પામી છે.
યુવાન ઉપર હુમલો કરી મોબાઇલની લૂંટ
અમરેલીના જસવંતગઢમાં રહેતા અને સીમમાં પાણી વાળતા સાગર અરવિંદભાઇ માંગરોળીયા નામના યુવાન ઉપર રાત્રીના ચાર અજાણ્યા શખ્સોએ લાકડી પાઇપ વડે માર મારી માથામાં ઇજા કરી નાસી ગયાની ફરીયાદ થવા પામી હતી.
ભુવામાં ઝેર પી યુવાનનો આપઘાત
સાવરકુંડલાના ભુવામાં રહેતા સુરેશ ગોબરભાઇ વાઘેલા (ઉ.વ.૩ર) નામના યુવાને ઘરકંકાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધાનું સાવરકુંડલામાં તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે.
કુંડલીયામાં ચુલાના ભડકે યુવતી ગંભીર
રાજુલાના કુંડલીયામાં ચુલામાં કેરોસીન રેડવા જતી હર્ષાબેન વાઘાભાઇ સોલંકી ચુલામાં ભડકો થતાં દાઝી જતા ગંભીર હાલતમાં સારવાર માટે દવાખાને ખસેડાયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
દાતરડીમાં પતિના
મેણાટોણા સહન ન થતા ઝેર પીધું
રાજુલાના દાતરડીમાં રહેતી દક્ષાબેન નિલેષભાઇ પરમાર નામની યુવતીને ઘરકામ અંગે તેના પતિએ મેણાટોણા મારતા સહન ન થતા ઝેરી દવા પી લેતા સારવાર અર્થે દવાખાને ખસેડાયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
ગેસ સીલીન્ડરની નળી લીંક થતા ચાર દાઝી ગયા
અમરેલીમાં ચક્કરગઢ રોડ ઉપર રોકડીયા પરામાં ભાડાના મકાનમાં રહેતા રણજીત માનસીંગભાઇ ગોહિલ, વિપુલ રામવીરભાઇ , બન્ટી ગૌતમભાઇ નામના યુવાન રસોઇ બનાવતા હોય ત્યારે ગેસ સીલીન્ડરની પાઇપ લીંક થતા ભડકો થતા ચારેય દાઝી જતા સારવાર માટે અમરેલી સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.