સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th September 2018

પોરબંદરના એરડાના સેવાસેતુમાં ૬ ગામના ૧૨૬૨ અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ

પોરબંદર તા.૧૨ : ગ્રામ્ય વિસ્તારમાં લોકોના પ્રશ્નો ઉકેલવા રાજય સરકાર દ્વારા સેવાસેતુનો આગવો અભિગમ અપનાવ્યો છે. પોરબંદર જિલ્લામાં હાલ સેવાસેતુ કાર્યક્રમનાં ચોથા તબક્કામાં એરડા ગામે યોજાયેલ સેવાસેતુમાં છ ગામનાં ૧૨૬૨ અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું.

પોરબંદર પ્રાંત અધિકારીશ્રી બાટીના અધ્યક્ષસ્થાને મામલતદારશ્રી વાષાણી, તાલુકા વિકાસ અધિકારી ની ઉપસ્થિતીમાં યોજાયેલ આ સેવાસેતુમાં એરડા ઉપરાંત કેશોદ લુશાળા, ભડ, મિત્રાળા, અને દેરોદરના અરજદારો સહભાગી થયા હતા. આ સેવાસેતુમાં સાતબાર આઠ અ ના ૧૧૪ ઉતારા, આવકના ૯૭ દાખલા, ૭૨ આધારકાર્ડ, ૩૦ મા અમૃતમકાર્ડ અરજી, ૨૭ બાળકોના આધારકાર્ડ, ૭૬૫ પશુ રસીકરણ, ૨૦ મિલકત આકારણીના ઉતારા, ૪ લર્નીગ લાયસન્સ સહિતનો સમાવેશ થાય છે.(૨૧.૧૦)

(12:31 pm IST)