સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th September 2018

મોરબી સુરજબાગ નજીક બેફામ ગંદકીઃ રોગરાળાનો ભયઃ ઉગુ રજુઆત

 મોરબી, તા.૧૨: મોરબીના સુરજ બાગ નજીક આવેલ માધાપર વિસ્તારમાં બેફામ ગંદકી ફેલાતી હોય જેથી લતાવાસીઓને સતત રોગચાળાનો ભય જોવા મળે છે ત્યારે આ મામલે લતાવાસીઓએ પાલિકા તંત્રને રજૂઆત કરી છે

મોરબીના માધાપર અંબિકા રોડના રહેવાસીઓએ  પાલિકા કચેરીએ પહોંચીને તંત્રને રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું છે કે સુરજબાગ તરફ જતા રોડ નજીક શાક માર્કેટને પગલે બેફામ ગંદકી ફેલાઈ છે અને ગંદકીને કારણે સીનીયર સીટીઝન માટેનો સુરજ બાગ બિનઉપયોગી બની રહે છે તો અતિશય ગંદકીને કારણે રોગચારો ભરડો લે તેવો ભય લોકોને સતાવી રહ્યો છે વરસાદ પડતા કચરાના ઉકરડામાંથી અતિશય દુર્ગંધ ફેલાય છે અને લોકો બીમારીનો ભોગ બને તે પૂર્વે તંત્ર જાગી તુરંત કાર્યવાહી કરે તેવી માંગ કરી છે તો ગટરની લાઈન બ્લોક થવાને પગલે ગંદા પાણી ઉભરાય છે અને ગંદકીના ઉકરડા સાથે ગંદા પાણી ભળતા સમસ્યા વધી રહી છે જેથી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છેે.(૨૨.૨)

(12:31 pm IST)