સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th September 2018

ગીર સોમનાથ જિલ્લામાં શેડયુલ કાસ્ટ વેલ્ફેર એસો. દ્વારા યુવા હેલ્મેટ અવેરનેસ કેમ્પેઇન યોજના કાર્યરત

હેલ્મેટની ખરીદી કરનાર સમાજના કોઇપણ નાગરિકને રૂ. ૧૫૦ની પ્રોત્સાહક રાશી અપાશે

પ્રભાસ પાટણ તા.૧૨: ગીર સોમનાથ જિલ્લામાં શેડયુલ કાસ્ટ વેલ્ફેર એસોસીએશન ઓફ સોમનાથ (શ્વાસ) દ્વારા અનુસુચિત જાતિના નાગરિકો માટે હેલ્મેટ અવેરનેસ કેમ્પેઇન યોજના અમલમાં મુકવામાં આવી છે. આઇએસઆઇ માર્કાવાળી હેલ્મેટની ખરીદી કરનાર આ સમાજના કોઇપણ નાગરિકને રૂ. ૧૫૦/-ની પ્રોત્સાહક રાશી આપવામાં આવશે.

શેડયુલ કાસ્ટ વેલ્ફેર એસોસીએશન ઓફ સોમના (શ્વાસ) મારફત ગીર સોમનાથ જિલ્લાના અનુસુચિતજાતિના યુવા વર્ગ માટે યુવા હેલ્મેટ અવેરનેસ કેમ્પેઇન યોજના કાર્યરત કરવામાં આવી છે. આ યોજનામાં કોઇપણ અનુસુચિત જાતિના નાગરિકોએ આઇએસઆઇ માર્કાવાળી હેલ્મેટની ખરીદી  કરશે તો તેના બીલ ઝેરોક્ષ, બેન્ક ખાતાની પાસબુક અથવા કેન્સલ ચેક, હેલ્મેટ પહેરેલો ફોટો મોકલવાના રહેશે. ત્યારબાદ તરત જ તેમના બેન્ક ખાતામાં રૂ. ૧૫૦/- ની પ્રોત્સાહક રાશી જમા કરવામાં આવશે.

હેલ્મેટનું બીલ તા. ૨૭-૮-૨૦૧૮ પછીનું અને આઇએસઆઇ માર્કાવાળું હોવું જરૂરી છે. તેમજ વધુ વિગત માટે પ્રમુખશ્રી ભગવાનભાઇ સોલંકી મો. નં. ૯૭૨૬૬૧૧૦૯૬, શ્રી સાજણભાઇ પરમાર (માહિતી ખાતુ) મો. ૮૪૬૦૦૬૨૯૨૧ તેમજ સંસ્થાના અન્ય સભ્યશ્રીઓનો સંપર્ક કરવો.(૧.૨ઙ્ગ)

(12:30 pm IST)