સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th September 2018

ગારીયાધાર તાલુકાનો યુવા ઉત્સવ રંગેચંગે સંપન્ન

તાલુકાની માધ્યમિક શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો

વેળાવદર-ગારીયાધાર તા.૧૨: ગારીયાધાર તાલુકામાં યુવા ઉત્સવ -૨૦૧૮ આજરોજ ગારીયાધારની એમડી પટેલ હાઇસ્કૂલના યજમાન પદે આયોજિત થયો હતો.

નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી વલ્લભભાઇ જાદવની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકાની વિવિધ માધ્યમિક શાળા અને મહાવિદ્યાલયના ૧૨૫થી વધુ સ્પર્ધકોએ ભાગ લઇ કાર્યક્રમને રોચક બનાવ્યો. જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી અને વેળાવદર હાઇ.ના આચાર્યશ્રી તખુભાઇ સોડસરે કલાથી કેમ કારકિર્દી ઘડી શકાય તેના ઉદાહરણો રજુ કરી આવા કાર્યક્રમોને ખુબ ઉપયોગી ગણાવ્યા.

કયુડીએસ સંયોજક શ્રી ભરતભાઇ ગોટીએ કલા સાહિત્યથી કેળવણીના વિકાસમાં આવું પ્લેટફોર્મ અગત્યનું પુરવાર થાય છે તેવો મત વ્યકત કર્યો હતો.

કાર્યક્રમનું સ્વાગત આચાર્યશ્રી એમ.એસ. સદાતિયાએ કયુંર્ હતું. આચાર્યશ્રીઓ ગજેરા, લુણાગરીયા, અને બી.આર.સી. ગીરીરાજસિંહ ગોહિલ ખાસ હાજર રહયા હતા. સંચાલન શ્રી કનુભાઇ દવેએ કર્યું હતું. આગામી ૧૪મીના રોજ જિલ્લા કક્ષાના ઉત્સવમાં પ્રથમ આવનાર સ્પર્ધકો ભાગ લેશે.(૧.૨)

(12:28 pm IST)