સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th September 2018

આ વખતે ચોમાસુ મોડુ શરૂ થતા મોડે સુધી લંબાય તેવી સંભાવના

વાંકાનેર, તા. ૧ર : ઓણસાલ ચોમાસુ શરૂ મોડુ થયું છે. રાજયના ઘાણા હિસ્સા અલ્પવૃષ્ટિ સભરના રહ્યા હોઇ, ચાલી રહેલો 'ભાદરવા માસ ભાદરવો ભરપુર' ઉકિત મુજબ જોવા મળે તેવી આશાઓ લોકોમાં હજુ પણ સેવાઇ રહી હોઇ, વિતેલા પાંચ વર્ષના ચોમાસાનો તાજો ભૂતકાળ જોઇએ તો પાછોતરા વરસેલા વરસાદ બાબતે સૌથી સારૂ વર્ષ ર૦૧૩નું સાબિત થયું હતું. ર૦૧૩માં ચોમાસાના હાલના સમય સુધી વરસાદી અછત-વરસાદી ખાદ્ય રહ્યાનું ચિત્ર ઉપસેલુ પણ સપ્ટેમ્બરના અંત ભાગે અર્થાત રપ સપ્ટેમ્બરની રાત્રીથી વરસાદ શરૂ થઇ તે ભારે વરસાદના સ્વરૂપમાં પલ્ટાઇ જઇ રાજકોટ અને આસપાસ તો અતિવૃષ્ટિ જેમ વરસ્યો હતો. આમ તો આ દિવસે રાજયભરમાં સાર્વત્રિક વરસાદનો માહોલ હતો.

રાજકોટના આજી-ભાદર ડેમો ઉપરાંત વાંકાનેરનો ૪૯ ફુટની વધુ ઉંચાઇ અને વધુ જળક્ષમતા ધરાવતો મચ્છુ-૧ ડમે પણ રાતોરાત ભરાઇને બધા ડેમો ઓવરફલો થઇ ગયા હતા. ર૦૧૩માં ઓકટોબર માસની ૭ અને ૮ તારીખો એ પણ રાજયભરમાં હળવા ઝાપટા વરસેલા હતા.

ર૦૧૪માં પાછોતરા વરસાદની વાત કરીએ તો તા. ૧૭/૧૧/૧૪ના રોજ રાજયભરમાં છઠ્ઠા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળેલો હતો. વર્ષ ર૦૧પમાં ઓકટોબર મધ્યે રાજયના ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. એ પછી વર્ષ ર૦૧૬માં ઓકટોબર માસના પ્રારંભથી સપ્તાહ સુધી, ભાદરવો માસ પૂરો થઇ આસો માસમાં ગાજવીજ સાથે વરસાદ વરસતો જોવા મળ્યો હતો. ગત વર્ષ એટલે ર૦૧૭માં તા. ર૯/૧૧થી બંગાળની ખાડીમાં 'ઓખી' નામનું ચક્રાવાત શરૂ થઇ ગુજરાત રફ આવી અરબ સાગરમાં પણ પ્રવેશેલુ પણ ગુજરાતને ટચ ન કરતા તે સમયે ચક્રાવાતની અસરે પવન સાથે હળવા ઝાપટા વરસેલા.

હવે વર્તમાને ર૦૧૮નું ચોમાસુ ઉતરાર્ધે પહોંચ્યું છે ત્યારે પાછોતરા વરસાદ તરફ લોકોની મીટ મંડાય એ સ્વભાવિક છે.

(12:24 pm IST)