સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th September 2018

ફાયરીંગનાં ગુન્હાના આરોપી રવિ વાલેચાને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

 

ભાવનગર ;ભાવનગરમાં ફાયરિંગ કેસમાં આરોપી રવિ વાલેચાને એલસીબીએ ઝડપી લીધો છે ગઇ તા.૨૪/૦૮/૧૮નાં રોજ મોડી રાતનાં દોઢેક વાગ્યે નંદલાલ પંજુમલ રોહિડા (રહે.સીંધુનગર, ભાવનગર વાળા ભાવનગર,કાળાનાળા,સંત કંવરરામ ચોક, અશોક જયુસ સેન્ટર સામે ) તેનાં મિત્ર દિનેશભાઇ મોહનલાલ સાથે ઉભા હતાં.ત્યારે રવિ ધરમદાસ મટનવાળો તથા ભરત ગોરધનદાસ વલેચા ડીઓ સ્કુટર ઉપર આવી ભરત વલેચા નીચે ઉતરી દિનેશનો કાંઠલો પકડી ગાળો દઇ પોતાની પાસે રહેલ ગનમાંથી ફાયરીંગ કરી દિનેશનાં પેટનાં ભાગે ગોળી મારી ભાગી ગયેલ હતાં.જે અંગે નંદલાલ પંજુમલ રોહિડા રહે.સીંધુનગર, ભાવનગરવાળાએ ઉપરોકત બંને ઇસમો વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાવેલ.

  ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.ડી.એમ.મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને આરોપીઓને શોધી પકડી પાડવા સુચના આપેલ. ગુન્હામાં આરોપીઓએ જાહેરમાં ફાયરીંગ કરી ભોગ બનનારને જાનથી મારી નાંખવાનો પ્રયાસ કરેલ હોય. જેથી આરોપીઓને ઝડપી લેવા માટે એલ.સી.બી. ટીમે બાતમીદારોને સતર્ક કરી આરોપીઓની ભાળ મેળવવા અથાગ પ્રયત્નો ચાલુ કરી દીધેલ.

 ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાવનગર,વાઘાવાડી રોડ,શામળદાસ કોલેજની સામે રોડ ઉપર આવતાં પો.કો. ચિંતનભાઇ મકવાણાને બાતમી મળેલ કે,નિલમબાગ પો.સ્ટે. I ગુ..નં.૧૮૬/૧૮ .પી.કો. કલમઃ-૩૦૭, ૫૦૪,૫૦૬ () તથા આર્મ્સ એકટ કલમઃ-૨૫ (-),૨૭()મુજબનાં ગુન્હાનાં કામે પકડવાનાં બાકી આરોપી રવિ ધરમદાસ વલેચા (રહે.મફતનગર, સિંધુનગર, ભાવનગર વાળો) શામળદાસ કોલેજનાં મેઇન ગેટ પાસે 4વાઘાવાડી રોડ ઉપર બ્લ્યુ કલરનું જીન્સ પેન્ટ તથા વ્હાઇટ-ક્રિમ કલરનું ટીશર્ટ પહેરીને ઉભેલ છે.* જેથી બાતમીવાળી જગ્યાએ આવતાં આરોપી રવિ ધરમદાસ વલેચા (..૩૯ ) ( ધંધો-વેપાર રહે.મફતનગર,દેવુમાંના મંદીર સામે, સિંધુનગર,ભાવનગરવાળો )હાજર મળી આવેલ.જેથી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ થવા માટે તેને નિલમબાગ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ છે.

આમ ફાયરીંગનાં ગુન્હામાં પકડવાનાં બાકી આરોપીને ઝડપી લેવામાં ભાવનગર એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે

  સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા એલ.સી.બી. સ્ટાફનાં વનરાજસિંહ ચુડાસમા, રાકેશભાઇ ગોહેલ,ચંદ્દસિંહ વાળા, વિઠ્ઠલભાઇ બારૈયા,રાજેન્દ્દસિંહ સરવૈયા, ચિંતનભાઇ મકવાણા, ઇમ્તીયાઝખાન પઠાણ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા

(12:05 am IST)