સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th September 2018

જસદણ પંથકમાં 'ગાંઠીયો' રોગચાળો ફાટી નિકળ્યોઃ છ પશુના મોતઃ માલધારીઓ ચિંતીત

જસદણ : નવા ગામ અને સોમપીપળીયા ગામે પશુઓમાં ગાંઠીયો (બીકયુ-બ્લેક કર્વાટર) રોગચાળો ફાટી નીકળતા નાના મોટા છ જેટલા પશુઓના મોત થયાનું નવાગામના સામાજિક યુવા કાર્યકર રણછોડભાઇ પરમારએ જણાવ્યું હતું કે આ ગામ તથા આજુબાજુના ગામોમાં ઘેટા-બકરા, વાંછરડા અને એક ભેંસ સહિત છ પશુઓ મૃત્યુ ને ભેટયા છે. કેટલાય ગામોના પશુઓને અશકિત છે. વધુમાં રણછોડભાઇએ ઉમેર્યુ કે રોગચાળાના અણસારમાં પશુઓ મૃત્યુ પામે છે. ત્યારે જો વધુ રોગચાળો ફાટશે તો આ પંથકના પશુઓ ટપોટપ મરે તે પહેલા પશુપાલન તંત્રએ રોગચાળો કાબુમાં લેવો જોઇએ ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા જસદણના કોઠી ગામે આ રોગચાળામં ૧૦ પશુઓ મૃત્યુ પામ્યા હતાં. ત્યારબાદ અન્ય પશુઓને રસીકરણ કરાતાં રોગચાળો કાબુમાં આવ્યો હતો.  (તસ્વીર: હુસામુદીન કપાસી -જસદણ)

(4:57 pm IST)