સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

મુંદ્રાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજાઈ

ભુજ:મુંદ્રાની આર. ડી. ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આઝાદીના ૭૫માં અમૃત મહોત્સવ અંતર્ગત ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત કોલેજના આચાર્ય ડૉ. દીપકભાઈ ખરાડીના હસ્તે ધ્વજ ફરકાવીને કરવામાં આવી હતી. જેમાં એન.સી.સી.ના વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ સાથે ઉત્સાહભેર જોડાયા હતા.

આઝાદીના ૭૫માં વર્ષે અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીના ૭૫માં અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ ચિત્ર અને નિબંધ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે અનુક્રમે હિના પટેલ, સભાઈ શેડા અને જેતબાઈ શેડા રહ્યા હતા. જ્યારે ચિત્ર સ્પર્ધામાં લક્ષ્મી મહેશ્વરી, રિધ્ધિ મહેશ્વરી અને દિશા મહેશ્વરી વિજેતા થયા હતા. નિબંધ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રા.ઝૈનબ મોરાણી અને પ્રા.કવિતાબા ઝાલા તથા ચિત્ર સ્પર્ધામાં પ્રા.ડૉ.જયેશ મટાણી અને પ્રા.અફસાનાબેને સેવા આપી હતી.

સમગ્ર કાર્યક્રમના આયોજનમાં સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષા પ્રા.જ્યોતિકાબેન આહિર, પ્રા.કાનજી ગઢવી અને પ્રા.અફસાનાબેને જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં સર્વે શિક્ષકો વિદ્યાર્થીઓ અને કર્મયોગીઓ ઉત્સાહભેર જોડાયા હતા તેમજ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા હેઠળ તિરંગા પણ ફરકાવ્યા હતા.

(12:57 am IST)