સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

મોરબીમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી :દેશભક્તિનો માહોલ સર્જાયો.

તિરંગા યાત્રામાં ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા દેશપ્રેમના નારા ગૂંજ્યા

મોરબીમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. આ તિરંગા યાત્રામાં ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા દેશપ્રેમના નારા ગુજતાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.
મોરબીમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દરેક શહેરીજનોમાં રાષ્ટ્ર ચેતના જાગૃત કરવા માટે મોરબી જિલ્લા ભાજપની તિરંગા યાત્રા સમિતિ દ્વારા શનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણના મંદિર પાસેથી પ્રસ્થાન થઈ હતી. આ રેલીમાં મોરબીની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તિરંગા યાત્રામાં રાજયમંત્રી બ્રિજેશ મેરજા, માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પ્રદેશ ભાજપ અગ્રણી અને પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા, લાખાભાઈ જારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા સહિતના અગ્રણીઓ, સ્વામિનારાયણના સંતો તેમજ મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે જોડાયા હતા. આ તિરંગા યાત્રા મુખ્યમાર્ગો ઉપર ફરીને દરેક લોકોમાં રાષ્ટ્રપ્રેમ જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો.

(11:26 pm IST)