સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

ભાવનગર જિલ્લાના ગારીયાધારના 53 વર્ષીય મીનાબેન ક્રિષ્‍નાની સાઉથ આફ્રિકામાં રહેતા પુત્રના ઘરે મૃત્‍યુ પામતા અરેરાટી

મેડિકલ ચેકઅપ દરમિયાન મહિલાને કોરોના પોઝીટીવ આવ્‍યો હતોઃ સનાતન ધર્મ સંસ્‍કૃતિ મુજબ અંતિમવિધી માટે પરિવારજનોની માંગ

ભાવનગરઃ ભાવનગર જિલ્લાના ગારીયાધારના 53 વર્ષીય મીનાબેન જમનાદાસ સાઉથ આફ્રિકામાં રહેતા પોતાના પુત્રના ઘરે એક મહિના પહેલા રોકાવા ગયા હતા, ત્‍યારબાદ અચાનક મૃત્‍યુ પામતા પરિવારમાં શોકમય વાતાવરણ સર્જાયુ હતુ. મેડિકલ ચેકઅપ કરતા તેણીને કોરોના પોઝીટીવ આવ્‍યો હતો.

ભાવનગર જિલ્લાના ગારીયાધારની મહિલાનું દક્ષિણ આફ્રિકામાં મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. ગારીયાધારના 53 વર્ષીય મીનાબેન જામનદાસ ક્રિષ્નાનીનું આફ્રિકા ખાતે દીકરાના ઘરે મોત નીપજ્યું છે. ગારિયાધારની મહિલા એક માસ પૂર્વે નાના દીકરાના ઘરે રોકાવા માટે આફ્રિકા ગયા હતા. પરંતુ વિધિની વક્રતાના કારણે સાઉથ આફ્રિકા ખાતે પુત્રના ઘરે જ તેમનું મોત નિપજ્યું હતું.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભાવનગર જિલ્લાના ગારીયાધારની 53 વર્ષીય મીનાબેન જામનદાસ ક્રિષ્ના એક મહિના પહેલા દક્ષિણ આફ્રિકામાં રહેતા પુત્રના ઘરે રોકાવા ગયા હતા. પરંતુ કોઈ કારણોસર દીકરાના ઘરે મોત નીપજ્યું છે. જાણવા મળી રહ્યું છે કે હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાઈ છે અને લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે, ત્યારે મેડિકલ ચેકઅપ દરમ્યાન ભાવનગરની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. હવે સાઉથ આફ્રિકા સરકાર દ્વારા નિયમ મુજબ ત્યાં જ તેમના અંતિમ સંસ્કાર કરવા હિમાયત કરાઈ છે.

જો કે મૃતકના પરિવારે માતાના સનાતન ધર્મ સંસ્કૃતિ મુજબ અંતિમ સંસ્કાર થાય એ માટે વિદેશ મંત્રાલયમાં રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી તેનો જવાબ મળ્યો નથી. જેથી મૃતક મહિલાના પુત્રએ ભારત સરકાર તેમજ જવાબદાર તંત્ર પાસે હિન્દુ સંસ્કૃતિ મુજબ અંતિમ સંસ્કાર થાય એ માટે માંગ કરી છે.

(6:11 pm IST)