મોરબીના કુબેરસિનેમા નજીક ૧.૭૫ લાખની ચીલઝડપ કરનાર આરોપી ઝડપાયા
૨ આરોપી અને એક બાળ કિશોર ઝડપાયો, રોકડ રીકવર કરવામાં સફળતા
મોરબી તા ૧૩ : મોરબીમાં ગત તા. ૦૮ ના રોજ વળદ્ધ પાસેથી ૧.૭૫ લાખની રોકડ ભરેલ થેલી ઝૂંટવી આરોપીઓ ફરાર થયા હોય જે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી હતી અને બે આરોપી તેમજ એક બાળ કિશોરને ઝડપી લઈને રોકડ રકમ રીકવર કરવામાં સફળતા મળી છે .
વિગતો મુજબ કુબેર સિનેમા પાસેથી તા. ૦૮ ના રોજ વહેલી સવારે દેવજીભાઈ નાગજીભાઈ ગણેશીયા નામના વળદ્ધ પાસેથી અજાણ્યા ઇસમેં કપડાની થેલી ઝુંટવી નાસી ગયા હતા જે થેલીમાં રોકડ રૂ ૧,૭૫,૦૦૦ હતા જે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે બી ડીવીઝન પીઆઈ પી એ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ તપાસ ચલાવી હતી અને આરોપીને શોધી કાઢવા ટીમેં દોડધામ કરી હતી જેમાં આરોપી સાગર રાજેશ અગેચણીયા રહે કુબેર ટોકીઝ પાછળ મોરબી અને શંકર ભરત ઉપસરીયા રહે ધરમપુર તા. મોરબી એમ બે આરોપીને ઝડપી લીધા હતા તેમજ બનાવમાં એક બાળ કિશોરની સંડોવણી પણ ખુલી હતી જે ઝડપાયેલા બંને આરોપી પાસેથી પોલીસે ચોરી થયેલ રોકડ રૂ ૧.૭૫ લાખ રીકવર કરી આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.
મોજશોખ માટે ગુનાને અંજામ આપ્યો, અગાઉ દારૂના ગુનામાં પણ ઝડપાયા
ઝડપાયેલ આરોપી વિશે ડીવાયએસપી કચેરીએ પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે બંને આરોપી અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુકયા છે -ોહીબીશન ગુનામાં આરોપી પોલીસ ચોપડે ચડી ચુકયા છે તો આરોપીઓએ મોજશોખ ખાતર તેમજ પૈસાની જરૂરત હોવાથી ગુનાને અંજામ આપ્યાનું કબુલ્યું છે.