સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

મોરબી વિધાનસભા ચુંટણી પૂર્વે‘‘આપ'' આક્રમક, ગ્રામ્‍ય પંથકમાં ૫૦૦ યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા

માોરબી : આમ આદમી પાર્ટી વિધાનસભા ચુંટણી પૂર્વે સંગઠન મજબુત બનાવવા નવા કાર્યકરોને પાર્ટી સાથે જોડી રહી છે જેમાં ગ્રામ્‍ય પંથકમાં ૫૦૦ થી વધુ યુવાનો આપમાં જોડાયા છે. યુવા ઉદ્યોગપતિ પંકજ રાણસરીયા સહિતના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને યુવા ઉદ્યોગપતિએ મોરબી તાલુકાના રંગપર, બેલા, અમરેલી, ધરમપુર, ટીંબડી, તલાવીયા શનાળા અને ચાચાવદરડા ગામનો પ્રવાસ કર્યો હતો જે દરમિયાન ૫૦૦ જેટલા કાર્યકરોને આમ આદમી પાર્ટીમાં જોડ્‍યા છે યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડ્‍યા છે અને આગામી સમયમાં મોરબી અને માળિયા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં પાર્ટીને વધુ સમર્થન મળે તે માટે પ્રવાસ ચાલુ રહેશે. હાલ આમ આદમી પાર્ટીને ખેડૂતો તેમજ વ્‍યાપારિક અને મધ્‍યમવર્ગીય લોકોનું જન સમર્થન બહોળી સંખ્‍યામાં મળી રહ્યું છે અને લોકો પણ એકજ નારા સાથે જોડાય રહ્યા છે.  પંકજભાઈ તુમ આગે બઢો હમ તુમ્‍હારે સાથ હૈ આ સમર્થન ના પ્રવાસો જો આ રીતે મજબૂત બનતા રહે આ જનસમર્થન યાત્રામાં રાજુભાઈ, અશોકભાઈ, પંકજભાઈ, જેનિથભાઈ, જગદીશભાઈ, ગૌરવભાઈ અને અલ્‍પાબેન સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

(1:29 pm IST)