સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

મોરબીના રણછોડનગરમાં પોલીસે જુગાર રમતા ૭ પકડયા

મોરબી, તા.૧૩: મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રણછોડનગર રામપાનવાળી શેરીમાં રહેણાંક મકાન પાસે ઓટા ઉપર આરોપી  પંકજભાઇ ઉર્ફે લાલો જીવરાજભાઇ પરમાર, સંજયભાઇ મુકેશભાઇ ડાભી, લલીતાબેન બળદેવભાઇ નિમાવત, નીમુબેન નાનજીભાઇ ગોહિલ, લીલાબેન હમીરભાઇ મકવાણા, સંગીતાબેન શૈલેષભાઇ ઇન્‍દરીયા અને શર્મીષ્ઠાબેન ગીરધરભાઇ પટેલ ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા મળી આવ્‍યા હતા.
જેથી પોલીસે ગજીપતાના પાના નંગ-૫ર તથા રોકડા રૂ.૧૦,૨૮૦/- ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(1:27 pm IST)