સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં શ્રાવણના સરવડા યથાવત

મિશ્ર વાતાવરણનો માહોલ બરકરારઃ ઝાપટારૂપે વરસતો વરસાદ


રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્‍ચે હળવા - ભારે ઝાપટારૂપે વરસાદ વરસી જાય છે. શ્રાવણના સરવડારૂપે આ વરસાદ વરસે છે.
છેલ્લા થોડા દિવસોથી આવુ વાતાવરણ યથાવત છે. આજે પણ આવુ જ વાતાવરણ છે.
જુનાગઢ
(વિનુ જોશી  દ્વારા) જુનાગઢ :.. જીલ્લાનાં કેશોદ, માળીયા હાટીના, વંથલી, વિસાવદરમાં અડધો ઇંચ જયારે જુનાગઢ, ભેંસાણ, મેંદરડા, માંગરોળ, માણાવદરમાં ઝાપટા વરસ્‍યા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : મહત્તમ તાપમાન ૩ર.૮, લઘુતમ રપ.૮ ભેજ ૯ર ટકા અને પવનની ઝડપ ૯.૭ કિ. મી. પ્રતિ કલાક રહી હતી. જયારે છેલ્લા ર૪ કલાકમાં જામજોધપુર, જોડીયા, લાલપુર, જામનગર, ધ્રોલમાં ઝાપટા વરસ્‍યા છે.
આ ઉપરાંત જામજોધપુરના સમાણા, શેઠ વડાળા, જામવાડી, વાંસજાળીયા, ધુનડા, ધ્રાફા, પરડવામાં ઝાપટા પડયા છે.
જયારે લાલપુરના ભણગોર, મોડપરમાં પણ ઝાપટા પડયા છે.

 

(1:26 pm IST)