સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

જુનાગઢ શહેર જિલ્લામાં જુગાર રમતા ર૬ શખ્‍સોની ધરપકડ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૩: જુનાગઢ શહેર-જિલ્લામાં જુગાર રમતા ર૬ શખ્‍સોની પોલીસે રોકડ સહિત રૂા. ૬૬૭પ૦ નાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

જુનાગઢમાં ખલીલપુર રોડ પર આવેલા રોયલ કિંગ એપાર્ટમેન્‍ટ પાસે જાહેરમાં જુગાર રમતા હરેશ ઉર્ફે લાલો કિશોરભાઇ મકવાણા રવિરાજ ધીરજભાઇ વધાસીયા અને હેમતલ ઉર્ફે હિરેન પ્રવીણભાઇ સિધ્‍ધપુરાને રૂા. પ૪૮૦ ની રોમ સાથે પકડી પાડયા હતા.

કેશોદ પોલીસે ગેલાણા ગામેથી પાંચ શકુનીને રૂા. પ૮૪૦ સાથે લીધા હતા.

શીલના ભાયરોટ ગામે પોલીસે દરોડો પાડીને૪ જુગારીને રૂા. ૧૪૭૦ સાથે પકડી લીધા હતા. જો કે ૭ શખ્‍સો નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોરવાડ પોલીસે ટાઉનમાંથી રૂા. ૩૦૬૦ ની રોકડ સાથે બે જુગારીને રાઉન્‍ડઅપ કર્યા હતા.

તેમથ માળીયા હાટીનાના વાડી વિસ્‍તારમાંથી અને પુનાપરા વિસ્‍તારમાંથી કુલ ૧ર શખ્‍સોને જાહેરમાં જુગાર ખેલતા પોલીસે ઝડપી લઇ કુલ રૂા. પ૦,૯૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબ્‍જે કરીને તમામની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:26 pm IST)