સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

જામનગર પાસે અઢી લાખનો દારૃ પકડાયોઃ ટ્રક ચાલક ફરાર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૩ : જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચના તથા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.ક.ેગોહીલના માર્ગદર્શન મુજબ એલ. સી.બી.સ્ટાફના પો.સ.ઇ. આર. બી. ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના નવાગામ સીમ વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના એ. એસ. આઇ. સાંજયસિંહ વાળા તથા પો.હે. કોન્સ. દિલીપભાઇ તલાવડીયા તથા હીતેન્દ્રસિંહ જાડેજા તથા ભગીરથસિંહ સરવૈયાને મળેલ હકિકત આધારે નવાગામથી પીપળી ગામ બાજુ જવાના માર્ગમાં વચ્ચે આવતી નદી હોકરામાં નદી વચ્ચે ટરક નં. જી.જે.૧ર યુ.૭૪૬૦ માંથી કુલ ૬૪૮ બોટલની કિ. રૃા.ર,પ૯,ર૦૦ તથા ટ્રક કિ. રૃા. પ,૦૦૦૦૦ મળી કુલ કિ. રૃા.૭,પ૯,ર૦૦ નો મુદામાલ મળી આવતા મુદામાલ કબ્જે કરી મજકુર ટ્રક ચાલક આરોપી મળી આવેલ નથી તેના વિરૃધ્ધ પો.હેડ. યશપાલસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા કાર્યવાહી કરેલ છે ટ્રક નં. જી.જે. ૧ર યુ  ૭૪૬૦ ના ચાલકને પકડવાની કાર્યવાહી ચાલુ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ કે.કે.ગોહીલની સુચનાથી પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા ફરદિપભાઇ ધાંધલ વનરાજભાઇ મકવાણા, ધાનાભઇ મોરી, અશોકભાઇ સોલંકી યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા,દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવે છે.

(1:25 pm IST)